ટીમ ઈન્ડિયાએ સતત 3 મેચોમાં જીત મેળવીને 6 પોઈન્ટ્સ અને +1.137 નેટ રન રેટ સાથે સુપર-8 માટે ક્વોલિફાઈ કરી લીધું છે. ગ્રૃપ-A માંથી ભારતીય ટીમ સુપર-8માં જશે. જો કે ભારતે હજુ એક મેચ 15 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. આ મેચ માત્ર પોઈન્ટ ટેબલ માટે મહત્વપૂર્ણ હશે અને આ સાથે નક્કી થશે કે ભારત પહેલા સ્થાને રહે છે કે બીજા સ્થાને આવે છે. અમેરિકાએ 3માંથી 2 મેચોમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન જાળવી રાખ્યું છે. અમેરિકા પાસે 4 પોઈન્ટ અને +0.127 નેટ રન છે. પરંતુ અમેરિકાએ સુપર-8 માટે ક્વોલિફાઈ કરવા આયર્લેન્ડ સામે મેચ જીતવી પડશે.ભારતની જીત સાથે પાકિસ્તાનને પણ રાહત મળી છે. પાકિસ્તાન પણ ભારતની જીત માટે પ્રાર્થના કરતું હતું. પાકિસ્તાનને સુપર-8માં ક્વોલિફાઈ કરવા માટે હવે આયર્લેન્ડના ભરોસે રહેવું પડશે. એટલે કે જો અમેરિકા આયર્લેન્ડ સામે હારે છે તો યુએસ પાસે માત્ર 4 પોઈન્ટ રહેશે. ત્યારબાદ પાકિસ્તાને 16 જૂને આયર્લેન્ડને પણ સારા માર્જિન સાથે હરાવવું પડશે. ત્યારે પાકિસ્તાન 4 પોઈન્ટ અને સારા એવા રનરેટથી અમેરિકાને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાઈ થનારી બીજી ટીમ બનશે. પરંતુ, જો અમેરિકા આયર્લેન્ડ સામે 14 જૂને જીતી જાય છે તો પાકિસ્તાનનું સુપર-8 માટેનું સપનું તૂટી જશે અને T-20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ જશે.
ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપમાં બુધવારે અમેરિકા વિરુદ્ધ રમાયેલ મેચમાં 7 વિકેટથી ધમાકેદાર જીત મેળવી છે. ભારતે ન્યૂયોર્કમાં રમાયેલી મેચમાં 111 રનનો ટાર્ગેટ મળતા અમેરિકા સામે 18.2 ઓવરે 7 વિકેટથી જીત મેળવી હતી. આ શાનદાર જીત સાથે ભારતને સુપર-8ની ટિકિટ પણ મળી ગઈ છે. ભારતની જીત સાથે પોઈન્ટ ટેબલમાં પણ મોટા બદલાવો આવ્યા છે. તેમજ સુપર-8ના પણ સમીકરણો બદલાઇ ગયા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology