bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી, સૌથી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો……  


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમન  રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમાં રમાઈ રહી છે. ભારતે પહેલા દિવસે 336 રન બનાવ્યા છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ 179ના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યો છે.યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી છે. તેણે 277 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી છે. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 7 છકા  ફટકાર્યા છે. ભારતનો સ્કોર 7 વિકેટે 375 રન છે.


આજની મેચની સૌથી મોટી ખાસિયત યશસ્વી જયસ્વાલની બેવડી સદી હતી. જો કે, તેની બેવડી સદી ફટકાર્યાના થોડા સમય બાદ, યશસ્વી જયસ્વાલને જેમ્સ એન્ડરસન દ્વારા 209 રને આઉટ કરી દીધો હતો.