પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીતનાર નવદીપ સિંહ અને પીએમ મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી નવદીપ સિંહની એક ઈચ્છા પૂરી કરવા જમીન પર બેઠેલા જોવા મળે છે. આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. સાડા ચાર ફૂટનો નવદીપ સિંહ કોણ છે જેની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમીન પર બેસી ગયા. મોટાભાગના ભારતીય ફેન્સના મનમાં આ જાણવાની ઉત્સુકતા છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક F41 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા પછી નવદીપ સિંહે આક્રમક વલણ બતાવ્યું હતું જેના પછી તે ફેમસ થઈ ગયો છે. નવદીપ સિંહ બાળપણથી ઠીંગણો હોવાને કારણે લોકો તેની મજાક ઉડાવતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના નિવાસ્થાન પર પેરાલિમ્પિક્સ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને 29 મેડલ જીતવા બદલ નવદીપ સિંહને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવદીપ સિંહ સાથે વાતચીત દરમિયાન ભાવનાત્મક રીતે નમ્રતાપૂર્વક ટોપી સ્વીકાર કરવા માટે જમીન પર બેસી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવું કરીને દેશના લોકોનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે, નવદીપ સિંહ હરિયાણાના પાનીપતનો રહેવાસી છે. જ્યારે તે ટ્રેનિંગ માટે જતો હતો ત્યારે ગામના લોકો તેની મજાક ઉડાવતા હતા. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક F41 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર નવદીપ સિંહે પેરાલિમ્પિક્સમાં થ્રો દરમિયાન આક્રમકતા બતાવવાના વિવાદ પર કહ્યું કે, છેલ્લા 5-6 વર્ષમાં દિલ્હીમાં રહે છે અને તેને દિલ્હીની હવા માફક આવી ગઈ છે. નવદીપ સિંહે આઈએએનએસની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, જુઓ આ માટે સખત મહેનત કરવી પડે છે. હું છેલ્લા 5-6 વર્ષ ટ્રેનિંગ માટે દિલ્હી રહ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology