bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

'હિટમેન' એ પાતળું દેખાવા એવું કંઇક કર્યું કે હોબાળો મચી ગયો! ફેન્સ દ્વારા ટ્રોલ થતાં પોસ્ટ ડિલીટ કરી....  

T20 સીરિઝમાં શ્રીલંકાને હરાવ્યાં બાદ ભારતીય ટીમે વનડેની તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે વનડે સીરિઝમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની 50 ઓવરની પારી રમવા માટે વાપસી થઈ છે. આ દરમિયાન રોહિત એક પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યો છે. ભારતના શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ક્રિકેટ ચાહકો રોહિતને ટ્રોલ કરી રહ્યા છે. જો કે, આ પછી ફેન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવતા રોહિતે ફોટો ડિલીટ કર્યો હતો.

 

  • ફોટો ટ્રોલ થતાં રોહિતે પોસ્ટ ડિલીટ કરી

ભારત અને શ્રીલંકા વચ્ચેની ODI સીરિઝની તૈયારી વચ્ચે ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ રોહિતે વાઈટ-બોલ અસાઈમેન્ટ માટે વોર્મઅપ શરુ કર્યુ હતું. જેમાં તેણે વોર્મઅપ કરતો એક ફોટો શેર કર્યો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પણ ફોટો શેર કરવામાં આવતાં ફોટો ટ્રોલ થયો હતો. ફોટો તેજ ગતિએ ટ્રોલ થવાના થોડા જ કલાકની અંદરમાં રોહિતે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ ડિલીટ કરી હતી.

  • રોહિત અને BCCIની પોસ્ટમાં ફોટોમાં તફાવત જણાતાં ફેન્સે ટ્રોલ કર્યો

રોહિત અને BCCI દ્વારા શેર કરવામાં આવેલા બંને ફોટોમાં તફાવત જોવા મળ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, રોહિતે શેર કરેલા ફોટોમાં તેનું પેટ ઓછું જોવા મળ્યું હતું. પરંતુ BCCI દ્વારા મુકવામાં આવેલી પોસ્ટમાં કઈ અલગ જોવા મળતાં ફેન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવતા રોહિતે પોસ્ટ ટિલીટ કરી દીધી હતી. જો કે, આવું પહેલી વખત નથી બન્યું કે, કોઈ ખેલાડી કે સેલિબ્રિટી પર ફોટો એડિટિંગનો આરોપ લગાવવામાં આવ્યો હોય.