ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડીયાના નવા કોચ બનાવાયાં છે. BCCI સચિવ જય શાહે તેમના નામનું એલાન કર્યું હતું. ગંભીર રાહુલ દ્રવિડનું સ્થાન સંભાળશે.
કોચ માટે ગંભીર એકલાએ અરજી કરી
દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાના સમાચારની સાથે જ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાના સમાચારો પણ વહેતા થયા હતા. હવે જય શાહે આને મંજૂરી આપી છે. હાલમાં ભારતીય ટીમ શુભમન ગીલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પછી તે શ્રીલંકા પ્રવાસ પર જશે. જ્યાં ગંભીર ચાર્જ સંભાળશે.
શું બોલ્યાં ગૌતમ ગંભીર
હેડ કોચ બનવા બદલ ગૌતમ ગંભીરે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યુ્ં કે ભારત મારી ઓળખ છે અને મારા દેશની સેવા કરવી મારા જીવનનો સૌથી મોટો અધિકાર છે. મારુ ફરી સન્માન કરાયું, એટલે કે એક નવો હોદ્દો આપીને. પરંતુ મારુ ધ્યેય એ જ છે, જેમ કે પહેલાં હતું, દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ કરવું. ટીમ ઈન્ડીયાનું લક્ષ્ય 1.4 બિલિયન ભારતીયોનું સપનું સાકાર કરવાનું છે અને આ સપનું સાચુ પાડવા હું મારાથી બધુ કરી છૂટીશ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology