જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં મહાન કેપ્ટનોની વાત થાય છે ત્યારે એક સ્ટારનું નામ હંમેશા પહેલી હરોળમાં આવશે અને તે ખેલાડીનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની, ભારતને વનડે વર્લ્ડકપની સાથે T20માં પણ ચેમ્પિયન બનાવનાર કેપ્ટને પોતાની કેપ્ટનશીપથી કરોડો ભારતીયોના દિલ જીત્યા છે. ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય કેપ્ટન ધોનીએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને 2005 પછી કોઈ બેટર હજુ સુધી તોડી શક્યો નથી. વર્ષ 2005માં વિકેટકીપર તરીકે ધોનીએ શ્રીલંકા સામે 145માં 183 રનની ઇનિંગ રમી હતી જેમાં તેણે 15 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.
આ ઇનિંગ્સને તેની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક માનવામાં આવે છે, અત્યાર સુધીમાં વનડે ક્રિકેટમાં વિકેટકીપર દ્વારા બનાવેલ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. તેની આ ઇનિંગે ભારતને શ્રીલંકા સામે 299 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં મદદ કરી હતી, જેણે ભારતે 46.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. આ ઈનિંગથી જ ધોની વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ખતરનાક ફિનિશર તરીકે ઉભરી આવ્યો હતો. તેની કારકિર્દીમાં આ ઈનિંગ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને તેને ભારતીય ક્રિકેટ ટીમમાં ખાસ સ્થાન મળ્યું.
ધોનીની આ ઇનિંગે ક્રિકેટ પ્રેમીઓના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી અને ત્યારથી તેની "કેપ્ટન કૂલ" તરીકેની ઈમેજ બની હતી. ધોનીની આ રેકોર્ડની નજીક માત્ર એક જ ખેલાડી આવ્યો હતો. અને એ હતો દક્ષિણ આફ્રિકાના બેટર ક્વિન્ટન ડી કોક કે જેણે 178 રનની ઇનિંગ રમી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology