ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે શાનદાર પ્રદર્શન કરીને મેચ પર કબ્જો જમાવ્યો હતો. પરંતુ મેચના બીજા દિવસે ભારતને પ્રથમ ઓવરમાં જ જોરદાર ફટકો પડ્યો હતો. મેચના પહેલા દિવસે ભારતે ઈંગ્લેન્ડના 246 રનના જવાબમાં એક વિકેટે 119 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ બીજા દિવસની પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. જેના કારણે મેચનો દિવસ ખૂબ જ રોમાંચક બની ગયો હતો. મેચના પહેલા દિવસે અનિલ કુંબલેએ કહ્યું કે, "જો ઈંગ્લેન્ડે મેચમાં વાપસી કરવી હોય તો તેને પહેલા દિવસ કરતા બીજા દિવસે સારું પ્રદર્શન કરવું પડશે." એવું લાગી રહ્યું છે કે કુંબલેની વાતને ગંભીરતાથી લઈને ઈંગ્લિશ બોલરો વાપસી કરવા જઈ રહ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ હૈદરાબાદમાં રમાઈ રહી છે. ભારતીય બોલરોએ પ્રથમ દિવસે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડને 246 રનમાં આઉટ કરી દીધું હતું. ભારતીય બોલરો બાદ બેટ્સમેનોએ પોતાની પ્રતિભા દેખાડી હતી. ખાસ કરીને યશસ્વી જયસ્વાલે પ્રથમ દિવસે રમત પૂરી થઈ ત્યાં સુધી 70 બોલમાં 76 રન બનાવ્યા હતા.
મેચના બીજા દિવસ વિશે વાત કરતાં અનિલ કુંબલેએ કહ્યું કે, "તેમને વિશ્વાસ છે કે યશસ્વી જયસ્વાલ તેની સદી પૂરી કરશે. મેચના બીજા દિવસે પ્રથમ સેશન સુધીમાં ભારત તેના સ્કોરમાં અંદાજે વધુ 90 રન ઉમેરશે." જો કે, યશસ્વી જયસ્વાલ ભારતીય દિગ્ગજ કુંબલેની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હતા. યશસ્વી જયસ્વાલ 80 રન બનાવીને આઉટ થયો હતો.
મેચના બીજા દિવસે જો રૂટે બોલિંગની શરૂઆત કરી હતી. જયસ્વાલે સંકેત આપ્યો કે તે જો રૂટની ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને આક્રમક બેટિંગ કરશે. જો કે જો રૂટે યશસ્વી જયસ્વાલને ફરી આ તક આપી ન હતી અને ઓવરના ચોથા બોલ પર તેની વિકેટ લીધી હતી. જયસ્વાલે 74 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology