ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. 78 બોલનો સામનો કરીને તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બેન સ્ટોક્સ 47 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટોએ 25 રનનું યોગદાન આપ્યું હતું. હાર્ટલી 21 રન બનાવીને આઉટ થયો હતો.
બુમરાહે ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી અને 6 વિકેટ લીધી. તેણે 15.5 ઓવરમાં 45 રન આપ્યા હતા. જ્યારે કુલદીપ યાદવે 17 ઓવરમાં 71 રન આપીને 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology