bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

શુભમન ગિલે  કરી વાપસી,ઇગ્લેન્ડ  સામે ફટકારી સદી ... 

ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગીલે સતત ફ્લોપ રહ્યા બાદ આખરે પોતાના બેટનો પાવર બતાવ્યો. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં તેણે મુશ્કેલ સંજોગોમાં જોરદાર સદી ફટકારી હતી. ઓપનિંગ છોડીને ત્રીજા નંબર પર નિષ્ફળ રહ્યા બાદ શુભમન ગિલે પ્રથમ વખત મોટી ઇનિંગ રમી છે. મેચના ત્રીજા દિવસે આ એક દાવના કારણે ભારતે 300 રનથી આગળની લીડ મેળવી લીધી

શુભમને તાજેતરમાં ઓપનિંગ છોડીને ત્રીજા નંબર પર આવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. આજે આ મેચમાં ગિલે ઈંગ્લેન્ડ સામે સદી ફટકારીને ચાહકોના દિલ જીતી લીધા હતા. શુભમન ગિલે આ સદી સાથે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની ખાસ ક્લબમાં પણ પોતાનું સ્થાન મેળવ્યુ છે. 25 વર્ષની ઉંમરે 10 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારો ત્રીજો ભારતીય   બેટ્સમેન  બની ગયો છે. સચિને આ કારનામું 30 વખત કર્યું હતું અને વિરાટ કોહલીએ 21 વખત આ કારનામું કર્યું હતું.