ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની છઠ્ઠી મેચ સોમવારે (25 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ 4 વિકેટથી પંજાબને હરાવી સિઝનની પ્રથમ જીત મેળવી હતી, પરંતુ આ દરમિયાન એક મોટી ભૂલ પણ જોવા મળી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં ચૂક જોવા મળી હતી.
એક ચાહક અચાનક મેદાનમાં ઘુસી ગયો. તે સીધો કોહલી પાસે ગયો અને તેના પગે પડ્યો. તે પ્રશંસકે કોહલીના પગને સ્પર્શ કર્યો હતો. સુરક્ષાકર્મી પણ તેની પાછળ દોડી આવ્યા હતા. પરંતુ તે પછી તે પછી એક ચાહકે કોહલીને પકડી લીધો.ત્યારે પાછળથી અન્ય એક સુરક્ષાકર્મી આવ્યો અને દર્શકને પકડીને બહાર લઈ ગયો. આઈપીએલ અને ખેલાડીઓની સુરક્ષામાં આ એક મોટી ભૂલ છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર નથી જ્યારે સુરક્ષામાં ખામી સામે આવી હોય.
પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જયારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ફેન અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો. તે સીધો કોહલી પાસે પહોંચી ગયો અને તેના પગે પડવા લાગ્યો હતો. સુરક્ષાકર્મી પણ તેની પાછળ દોડી આવ્યા હતા. એક ગાર્ડે તે ફેનને ઉઠાવ્યો, પરંતુ તે પછી તેણે કોહલીને પકડી લીધો હતો. ત્યારે પાછળથી અન્ય એક સુરક્ષાકર્મી આવ્યો અને તેને પકડીને બહાર લઈ ગયો. IPL અને ખેલાડીઓની સુરક્ષામાં આ એક મોટી ચૂક છે.
આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચ દરમિયાન એક ફેન મેદાનમાં ઘુસી ગયો હતો. તે દરમિયાન તે પ્રશંસકે કોહલીને ગળે લગાવ્યો હતો. તે સમયે કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ સિરીઝમાં કોહલી 14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી રહ્યો છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology