bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

IPL 2024 KKR vs RR : બટલરે સદી ફટકારી રાજસ્થાનને રોમાંચક જીત અપાવી....

 

સંજૂ સૈમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સ ટીમે ઈંડિયન પ્રીમિયર લીગ 2024માં ધૂમ મચાવી છે. રાજસ્થાનની ટીમે મંગળવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટે હાર આપી છે.

આ જીત સાથે જ રાજસ્થાન ટીમે પોઈન્ટ ટેબલમાં પોતાનો નંબર-1 તાજ જાળવી રાખ્યો છે. સંજૂ સૈમસનની કપ્તાનીવાળી રાજસ્થાન ટીમે અત્યાર સુધીમાં સાતમાંથી 6 મેચ જીતી છે. આ જીત સાથે હવે રાજસ્થાન ટીમ પોતાની નંબર-1 પોઝીશન મજબૂત કરી લીધી છે. બીજી તરફ કોલાકાતાની ટીમે અત્યાર સુધીમાં 6માંથી 4 મેચ જીતી છે.


ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં કોલાકાતા ટીમે 224 રનના ટાર્ગેટ સેટ કર્યો હતો, જેના જવાબમાં રાજસ્થાન ટીમ શરુઆતથી લડખડાતી હતી. એક સમયે ટીમે 186 રન પર 8 વિકેટ ખોઈ દીધી હતી અને જીત માટે 15 બોલમાં 38 રનની જરુર હતી.

તે સમયે બટલર ક્રીઝ પર હતો અને તેણે હાર માની નહીં. બટલરે એકલા દમ પર રાજસ્થાનને મેચ જીતાડી દીધી. સાથે જ તેણે પોતાની સદી પણ પુરી કરી. બટલરે 60 બોલમાં નોટઆઉટ 107 રનની ઈનિંગ્સ રમી. આ દરમ્યાન 6 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા.

બટલરની ઈનિંગ્સના કારણે રાજસ્થાને 8 વિકેટ ખોઈને મેચ જીતી લીધી. બટલર ઉપરાંત રિયાન પરાગે 14 બોલ પર 34 રન બનાવ્યા. છેલ્લે રોવમૈન પોવેલે 13 બોલમાં 26 કર્યા. બટલર અને પોવેલની વચ્ચે 27 બોલમાં 57 રનની ભાગીદારી થઈ. જે ખૂબ જ મહત્વની સાબિત થઈ. બીજી તરફ કેકેઆર ટીમ માટે હર્ષિત રાણા, સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી. જ્યારે વૈભવ અરોડાએ 1 વિકેટ લીધી.

મેચમાં ટોસ હારીને બેટીંગ કરવા ઉતરેલી કોલાકાતાની ટીમે 6 વિકેટ ખોઈને 223 રન બનાવ્યા હતા. ટીમ માટે સુનીલ નરેને તોફાની અંદાજમાં બેટીંગ કરતા 49 બોલમાં સદી ફટકારી હતી. મેચમાં નરેને 56 બોલમાં કુલ 109 રનની ઈનિંગ્સ રમી હતી. આ દરમ્યાન તેણે 6 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

IPL 2024ની   32મી મેચમા આજે આ સીઝનની 2 સૌથી સફળ ટીમોની ટક્કર થઈ હતી. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે છે. આ સીઝનમાં જ્યાં રાજસ્થાન રોયલ્સ 6માંથી 5 જીત સાથે પહેલા સ્થાન પર છે. તો વળી કોલકાતાએ 5માંથી 4 જીત સાથે બીજા સ્થાન પર પોતાની જગ્યા બનાવેલી છે.
જા