ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે.બુમરાહની ગેરહાજરીમાં આકાશદીપને ડેબ્યુ કરવાની તક મળી શકે છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારના રોજ રાંચીમાં 5 મેચની સીરિઝની ચોથી ટેસ્ટ રમાશે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર આકાશદીપને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં આકાશદીપ મેચમાં મોહમ્મદ સિરીઝ સાથે જોવા મળી શકે છે. આકાશદીપે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. રજત પાટીદાર, સરફરાઝ ખાન અને ધ્રુવ ચંદ જુરેલ બાદ વધુ એક યુવા ખેલાડી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યુ કરવાની તક મળી શકે છે. બંગાળના 27 વર્ષના ફાસ્ટ બોલર આકાશદીપ રાંચીમાં ચોથી ટેસ્ટમાં ભારતની જર્સીમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી શકે છે
ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ આકાશે 2 મેચમાં 13 વિકેટ લીધી છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ચોથી ટેસ્ટમાં આકાશ દીપને ભારત માટે ડેબ્યુ કરવાની તક મળી શકે છે. આ પહેલા બીજી ટેસ્ટમાં રજત પાટીદાર, તો ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાન અને ચોથી ટેસ્ટમાં ધ્રુવ જુરેલને ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ.
આકાશ દીપે અત્યારસુધી ફર્સ્ટ ક્લાસ કરિયરમાં કુલ 30 મેચ રમી છે. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 104 વિકેટ છે. તો તેની સરેરાશ 23.58 છે. આકાશ દીપ આઈપીએલ પણ રમી ચૂક્યો છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ લીગમાં રમી ચૂક્યો છે.
તેને એશિયન ગેમ્સ (T20) અને સાઉથ આફ્રિકા પ્રવાસ (ODI) માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology