ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દીધી છે. જમણા હાથના બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ છેલ્લા ઘણા સમયથી CSK માટે રન બનાવી રહ્યો છે. તેણે ભારત માટે 6 ODI અને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 27 વર્ષીય જમણેરી ઓપનર ઋતુરાજ ગાયકવાડ 2020 થી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે. ધોનીની કપ્તાનીમાં CSK 5 વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ માહીની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે.
વર્ષ 2020માં IPLમાં ડેબ્યૂ કરનાર રૂતુરાજ ગાયકવાડે અત્યાર સુધી 52 મેચ રમી છે જેમાં તેણે 1797 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ગાયકવાડે એક સદી અને 14 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 101 રન રહ્યો છે. ગાયકવાડે તેની IPL કારકિર્દીમાં 159 ચોગ્ગા અને 73 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે તેણે ફિલ્ડિંગમાં પણ અજાયબીઓ કરી છે અને 31 કેચ પણ લીધા છે.
રૂતુરાજ ગાયકવાડે IPLની છેલ્લી સિઝનમાં 16 મેચમાં 147 રન બનાવ્યા હતા. 50ના સ્ટ્રાઈક રેટથી 590 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી હતી. ગાયકવાડ માટે 2021ની IPL સિઝન શાનદાર રહી હતી. ત્યારબાદ તેણે 16 મેચમાં 635 રન બનાવ્યા જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ છે. રૂતુરાજ 2021 IPLમાં ઓરેન્જ કેપ ધારક હતો. ત્યારબાદ CSKએ ચોથી વખત IPL ટ્રોફી જીતી.
મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં 212 મેચોમાં કેપ્ટનશિપ કરી હતી જેમાં ટીમ 128 મેચ જીતવામાં સફળ રહી હતી જ્યારે CSKને 82માં હારનો સામનો કરવો પડ્યો હતો. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેમની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ ટ્રોફી અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology