રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો તેના સાથી ખેલાડી સરફરાઝ ખાનને હેલ્મેટ પહેરવાની સલાહ આપતો વીડિયો વાયરલ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા, કારકિર્દીની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા સરફરાઝ ખાન પર ગુસ્સે થઈ ગયો હતો, જ્યારે તેણે નજીકથી ફિલ્ડિંગ કરતી વખતે હેલ્મેટ પહેર્યું ન હતું. આ વીડિયો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસનો છે. જો કે સરફરાઝે તરત જ પોતાના કેપ્ટનની વાત માની લીધી, પરંતુ રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સખત વાયરલ થયો હતો.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 47મી ઓવરમાં બની હતી. આ ઓવરનો ચોથો બોલ ફેંકાય તે પહેલા રોહિત શર્માએ સરફરાઝ ખાનને મિડ-ઓફમાંથી સિલી મિડ-ઓફ પર ફિલ્ડ કરવા માટે બોલાવ્યો હતો. ફિલ્ડર માટે ક્લોઝિંગ પોઝીશન પર હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. કેપ્ટનની સૂચના પર, સરફરાઝ ખાન હેલ્મેટ પહેર્યા વિના સિલી મિડ-ઓફ પર ઊભો રહ્યો. આ પછી રોહિતે કહ્યું, ઓયે, હીરો નહીં બનવાનું. જો કે ત્યાર પછી, સરફરાઝે તરત જ હેલ્મેટ લાવવા માટે પેવેલિયન તરફ ઈશારો કર્યો અને તેને પહેરી લીધું હતું.
સરફરાઝ ખાને તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત રાજકોટમાં કરી હતી જ્યાં તેણે બંને દાવમાં અડધી સદી ફટકારી હતી. 26 વર્ષીય સરફરાઝ રાંચી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology