bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

મનુ ભાકરે રચ્યો ઇતિહાસ, એક જ ઓલિમ્પિકમાં બે મેડલ, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો..

મનુ ભાકરે ઇતિહાસ રચી દીધો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. મનુ અને સરબજોત સિંહે એર પિસ્તોલ શૂટિંગ મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો છે. 
પેરિસ ઓલિમ્પિકમાં મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ મળતા જ ભારતને બે મેડલ મળી ગયા છે. ઓલિમ્પિકમાં આજે ચોથા દિવસે ભારતીય એથ્લિટસ દેશ માટે વધુ મેડલ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા. શૂટિંગમાં ભારત પાસે એર પિસ્તોલ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવાની આશા હતી. 

મનુ ભાકર અગાઉ 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. હરિયાણાની આ 22 વર્ષીય ખેલાડીએ ઇતિહાસ રચી દીધો છે.