મહિલા એશિયા કપની છેલ્લી આઠ સીઝનમાંથી બાંગ્લાદેશ 2018 માં માત્ર એક જ વાર ટાઇટલ જીત્યું હતું. જ્યારે ભારતે સાત વખત જીત મેળવી હતી. પરંતુ શ્રીલંકાની ટીમે નવમી સિઝનમાં જીત હાસલ કરીને ઈતિહાસ રચ્યો છે. આ વખતે એશિયા કપ 2024ની ફાઈનલ રવિવારે દામ્બુલામાં રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ભારતીય મહિલા ટીમને આઠ વિકેટે હાર આપી હતી.
ભારતીય મહિલા એશિયા કપની સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધી મહિલા એશિયા કપની 9 સિઝન યોજાઈ છે. જેમાંથી ભારતની ટીમ સાત વખત ચેમ્પિયન રહી છે. વર્ષ 2022માં છેલ્લી વખત મહિલા એશિયા કપ રમવામાં આવ્યો છે.
મહિલા એશિયા કપની અત્યાર સુધી રમાયેલી નવ સિઝનમાંથી ભારતને બે વખત થઈ છે. જ્યારે સાત વખત ભારતીય મહિલા ટિમ વિજેતા બને છે. બીજી તરફ, નવમી સિઝનમાં શ્રીલંકાની ટિમે ઈતિહાસ રચ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનની ટિમને અત્યારસુધીમાં એકેય એશિયન કપ પોતાના નામ કર્યો નથી.
મેચમાં ભારતીય ટિમે ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરતાં 166 રનનો ટાર્ગેટ બનાવ્યો હતો. આ દરમિયાન શ્રીલંકાની ટિમે 18.4 ઓવરમાં બે વિકેટ ગુમાવવાની સાથે એશિયન કપમાં જીત હાસલ કરી હતી. ટીમમાં હર્ષિતા સમરવિક્રમાએ સૌથી વધુ 69 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન ચમીરા અટાપટ્ટૂએ 61 રન, કવિશા દિલહારીએ 30 રન બનાવ્યાં હતા.
બીજી તરફ, ભારતીય ટીમે છ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. મેચમાં ઓપનિંગ કરનાર સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 60 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય વિકેટકીપર અને બેટ્સમેન રિચા ઘોષે 30 રન અને જેમિમાહ રોડ્રિગ્ઝે 29 રન બનાવ્યા હતા. આ બધા વચ્ચે શ્રીલંકાની ટિમમાંથી બોલિંગમાં કવિશાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી પાડી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology