કોલકાતા નાઈટ રાઈડર્સે શનિવારે વરસાદથી પ્રભાવિત આઈપીએલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા KKRએ સાત વિકેટે 157 રન (16 ઓવરમાં) બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન માત્ર 139 રન બનાવી શકી હતી. આ જીત સાથે KKR IPL 2024માં પ્લેઓફમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ મેચમાં 4 ઓવરમાં 4.20ના ઈકોનોમી રેટથી 17 રન આપીને બે વિકેટ લેનારો વરુણ ચક્રવર્તી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ 10ની એવરેજની આસપાસ રમી રહી હતી પરંતુ સુનિલ નારાયણે ઈશાન કિશનના સ્વરૂપમાં મુંબઈના 6.5 ઓવરમાં 65 રનના સ્કોર પર પહેલી સફળતા અપાવી હતી. આ પછી વરુણ ચક્રવર્તિએ ઈશાન કિશનની વિકેટ લીધી હતી.KKR તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. નીતિશ રાણાએ 33 રન, આન્દ્રે રસેલે 24 રન અને રિંકુ સિંહે 20 રનનું યોગદાન આપ્યું હતું. જસપ્રિત બુમરાહ અને પીયૂષ ચાવલાએ બે-બે વિકેટ લીધી હતી.
કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે વરસાદથી ભીંજાયેલા આઉટફિલ્ડને કારણે ટોસમાં વિલંબ થયો હતો. બાદમાં આ મેચ 16-16 ઓવરની બની હતી.મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશને સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. રોહિત શર્મા (19 રન) અને સૂર્યકુમાર યાદવ (11 રન)નું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ કંઈ ખાસ બતાવી શક્યો નહોતો અને 4 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ્સ સાથે બીજા નંબરે અને સનરાઈઝર્સ હૈદરાબાદ 14 પોઈન્ટ્સ સાથે ત્રીજા નંબરે છે. આ પછી ચેન્નાઈ, દિલ્હી અને લખનૌ એક સમાન 2 પોઈન્ટ્સ સાથે અનુક્રેમે ચોથા, પાંચમા અને છઠ્ઠા નંબરે રહેલી ટીમો છે.આ સિવાય ગુજરાત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ પાસે પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે. પરંતુ તેમણે પોતાની બન્ને મેચ ચોક્કસ જીતવી પડે અને બાકીની ટીમો અન્ય મેચોમાં કેવું પ્રદર્શન કરે છે તે પણ મહત્વનું રહેશે. ચેન્નાઈ, દિલ્હી અને લખનૌ પાસે પ્લેઓફમાં પહોંચવા માટે વધુ સારી તક માનવામાં આવી રહી છે. હજુ પણ પંજાબ અને મુંબઈ અન્ય ટીમોની બાજી બગાડી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology