bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

'એક્ટ્રેસ સાથે અફેર હોય તો જ ટીમ ઈન્ડીયામાં મળે છે સ્થાન' દાવાથી હડકંપ, આવું થાય છે?  

પૂર્વ ભારતીય બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમો પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ખરેખર, અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડને આ પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે, રિંકુ સિંહ માત્ર T20 ટીમનો એક ભાગ છે. એસ બદ્રીનાથ ટીમની આ પસંદગીથી બિલકુલ ખુશ નથી.

ભારતીય ટીમમાં રિંકુ સિંહ, રુતુરાજ ગાયકવાડ અને અન્ય ખેલાડીઓની પસંદગી નથી થતી ત્યારે ક્યારેક તમને લાગે છે કે તમારે ખરાબ વ્યક્તિની છબીની જરૂર છે. એવું લાગે છે કે તમારે બોલિવૂડ અભિનેત્રી સાથે રિલેશનશિપમાં રહેવાની જરૂરી છે.

  • પ્રદર્શન બાદ પણ ગાયકવાડને સ્થાન મળ્યું નથી

શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ હશે. પરંતુ રુતુરાજ ગાયકવાડને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. ઋતુરાજ ગાયકવાડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 23 મેચ રમી છે.