ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામેની 3 મેચની વનડે શ્રેણીમાં 2-0થી હારી ગઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બુધવારે (7 ઓગસ્ટ) રમાયેલી મેચમાં તેમને 110 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી. જે બાદ બીજી મેચ જીતીને લંકાની ટીમે શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી હતી. હવે તેણે ત્રીજી મેચ જીતીને શ્રેણી 2-0થી જીતી લીધી છે.
આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન ચારિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 248 રન બનાવ્યા હતા. તેના માટે અવિષ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 96 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે 59 રન અને પથુમ નિસાન્કાએ 45 રનનું યોગદાન આપ્યું હતું. કામિન્દુ મેન્ડિસે 23 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિયાન પરાગે પોતાની ડેબ્યૂ મેચમાં 3 વિકેટ લીધી હતી.
249 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ સિમિત રહી હતી. ટીમ ઈન્ડિયાના માત્ર 4 બેટ્સમેન જ બે આંકડાને પાર કરી શક્યા. કેપ્ટન રોહિત શર્માએ 35, વોશિંગ્ટન સુંદરે 30, વિરાટ કોહલીએ 20 અને રેયાન પરાગે 15 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સ્પિનર દુનિથ વેલાલેગે 5 વિકેટ ઝડપી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology