T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. દ્રવિડ બાદ ગૌતમ ગંભીરને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. ગૌતમ ગંભીર મુખ્ય કોચ તરીકે શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે છે, જે તેની પ્રથમ સોંપણી છે, પરંતુ તે પહેલા દ્રવિડે એક ખાસ સંદેશ સાથે ગંભીરને જવાબદારી સોંપી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી (27 જુલાઈ, શનિવાર)થી T20 સિરીઝનો પ્રારંભ થશે. સિરીઝની શરૂઆત પહેલા રાહુલ દ્રવિડે એક ખાસ સંદેશ સાથે ગૌતમ ગંભીરને કોચિંગની જવાબદારી સોંપી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌતમ ગંભીર લેપટોપની સામે આવીને બેસે છે. પછી તેણે એક બટન દબાવ્યું અને રાહુલ દ્રવિડનો ખાસ સંદેશ શરૂ થાય છે.
રાહુલ દ્રવિડે પોતાના સંદેશની શરૂઆત એમ કહીને કરી કે, "હેલો ગૌતમ, આપણી દુનિયાની સૌથી રોમાંચક નોકરીમાં આપનું સ્વાગત છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેનો મારો કાર્યકાળ પૂરો કર્યાને 3 અઠવાડિયા થઈ ગયા છે." આ પછી દ્રવિડે બાર્બાડોસની ફાઈનલ અને મુંબઈની વિક્ટરી પરેડનો ઉલ્લેખ કર્યો અને તેને એક અવિસ્મરણીય સ્મૃતિ ગણાવી.
દ્રવિડે વધુમાં કહ્યું, "કોઈપણ વસ્તુથી વધુ, હું ટીમ સાથેના મારા સમય દરમિયાન બનાવેલી યાદો અને મિત્રતાની કદર કરીશ. જેમ તમે ભારતના કોચિંગની જવાબદારી સંભાળી છે, હું તમારા માટે પણ તે જ ઈચ્છું છું."
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology