પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળી ગયો છે. આ મેડલ પણ શૂટિંગમાં જ આવ્યો છે. ભારતના શૂટર સ્વપ્નિલ કુસાલેએ ભારતને આ મેડલ અપાવ્યો છે. ભારતને સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ મહારાષ્ટ્રના આ યુવાને દેશને અને તેના પરિવારને ગૌરવ અપાવ્યું છે.
સ્વપ્નિલ કુસાલેનો આ પ્રથમ ઓલિમ્પિક છે જેમાં તેણે ભારતને મેડલ અપાવ્યો છે. 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં ભારત પહેલી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું અને પહેલી જ ફાઇનલમાં મેડલ પણ જીત્યું છે. મહારાષ્ટ્રના સ્વપ્નિલ સ્વપ્નિલ કુસાલેના કારણે ભારતને આ મેડલ મળી શક્યો છે. 3 પોઝિશન શૂટિંગમાં ત્રણ અલગ પ્રકારે શૂટિંગ કરવાનું હોય છે. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા ઊભા, પ્રોન અને નીલિંગ એટલે કે ઘૂંટણીયે બેસીને આમ રીતે ત્રણ અલગ રીતે નિશાન સાધવાનું હોય છે.
સ્વપ્નિલ કુસાલે 451.4 સ્કોર કરીને ત્રીજા ક્રમે રહ્યો હતો. ચીનનો લિયુ યુકુન 463.6ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. આ સાથે જ યુક્રેનના સિરહી કુલીશે 461.3ના સ્કોર સાથે સિલ્વર જીત્યો હતો.
આ અગાઉ ભારતને બે બ્રોન્ઝ મેડલ મળ્યા છે. અત્યાર સુધીના ભારતના ત્રણેય મેડલ શૂટિંગમાં જ આવ્યા છે. અગાઉ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ મિક્સ ડબલ્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તમામ ઇવેન્ટમાં ભારતે પહેલી વહેલી વખત મેડલ જીત્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠા દિવસે ભારતને મેડલ મળ્યો હતો. અગાઉ 5મો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો હતો. બેડમિન્ટનમાં ભારતના પી વી સિંધુ અને લક્ષ્ય સેન જીતીને રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યા હતા. ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા વિજેતા રહી હતી અને તે પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લવલીના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તો બીજી તરફ તીરંદાજીમાં દીપિકા કુમારી પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચી ગઈ હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology