bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

રોહિત શર્મા-વિરાટ કોહલીના સ્થાને આ પ્લેયર કરી શકે ઓપનિંગ, પાંચ ખેલાડીઓ છે દાવેદાર...  

રોહિત શર્માઅમે વિરાટ કોહલીની ની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં પોતાની જગ્યા ભરવા માટે તૈયાર છે. આ સાથે જ T20 ઈન્ટરનેશનલમાં અભિષેક શર્માની ધમાકેદાર એન્ટ્રીએ તેમાં નવો વળાંક લાવી દીધો છે. ટીમ ઈન્ડિયા પાસે ટૂંકા ફોર્મેટમાં ઓપનિંગ સ્લોટ માટે કુલ પાંચ મજબૂત દાવેદાર છે.

T20 ફોર્મેટની ઓપનિંગમાં શુભમનની સાથે યશસ્વી અથવા અભિષેક વિકલ્પો હશે. યશસ્વી ગયા આઈપીએલમાં માત્ર એક સદી સિવાય કંઈ ખાસ કરી શક્યો નહોતો, જ્યારે અભિષેકે ઘણી તોફાની ઈનિંગ્સ રમી હતી. T20 વર્લ્ડ કપમાં યશસ્વી બેન્ચ પર જ રહ્યો, જેના કારણે તેની રમતની ચર્ચા થઈ ન હતી, જ્યારે અભિષેકે મેદાનમાં આવતાની સાથે જ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.

જાણીતું છે કે ભારતની 'B' ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગઈ છે, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાની 'A' ટીમ આગામી T-20 સીરિઝ માટે પસંદ કરવામાં આવશે ત્યારે યશસ્વીની સાથે અભિષેક ઓપનિંગ પોઝિશન માટે મોટો દાવેદાર હશે. સાથે જ પણ જાણીતું છે કે હાલ ઇશાન કિશનને ટીમમાં સ્થાન નથી મળ્યું અને કોન્ટ્રેક્ટમાં પણ સ્થાન આપવામાં નહતું આવ્યું. એવામાં ઓપનિંગ માટે હાલ ઇશાન કિશન દાવેદાર નથી.

આ સાથે જ રોહિત-કોહલીની જગ્યાએ ઓપનિંગમાં લીડ લેવા માટે બીજા ઘણા યુવા દાવેદાર છે. આ યાદીમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન જેવા સ્ટાર ખેલાડીઓ છે. જો કે અત્યારની પરિસ્થિતિ જોતા આમાં પણ યશસ્વી અને અભિષેકને સૌથી આગળ હોય એવું લાગી રહ્યું છે.