પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તીની ફાઈનલ મેચ પહેલાં જ 100 ગ્રામ જેટલું વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વૉલિફાઈ થતાં જ વિનેશ ફોગાટની સાથે આખા ભારતનું મેડલનું સપનું રોળાઈ ગયું હતું. તેનાથી વિનેશ એટલી હદે ભાંગી પડી કે તેણે કુશ્તીને જ અલવિદા કરવાની જાહેરાત કરી દીધી.
સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં વિનેશ ફોગાટે કહ્યું કે મા કુશ્તી મારાથી જીતી ગઇ અને હું હારી ગઇ, મને માફ કરજે, તારું સપનું મારી હિમ્મત બધુ તૂટી ગયા છે. હવે મારામાં આનાથી વધારે તાકાત રહી નથી. અલવિદા કુશ્તી 2001-2024. વિનેશે માફી માગતા કહ્યું કે હું આપ સૌની હંમેશા આભારી રહીશ.
વિનેશ ફોગાટે સેમિફાઈનલ મેચમાં તેની હરીફને 5-0 ના અંતરથી હરાવી હતી અને તે ઓલિમ્પિક ફાઈનલ માટે ક્વૉલિફાઈ કરનારા પ્રથમ ભારતીય મહિલા પહેલાવાન બની હતી. વિનેશની નિવૃત્તિની જાહેરાત બાદ પહેલવાન બજરંગ પુનિયાની પ્રતિક્રિયા આવી હતી. તેણે કહ્યું કે વિનેશ તુ હારી નથી. તમે હંમેશા અમારા માટે વિજેતા રહેશો. તમે ભારતની દીકરીની સાથે સાથે ભારતનું અભિમાન પણ છો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology