20. વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ હતી. આ મેચમાં છેલ્લી ઓવર સુધી કોઈપણ ટીમનો વિજય નિશ્ચિત જણાતો ન હતો. પરંતુ છેલ્લી ઓવરમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને 6 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને અર્શદીપ સિંહ ભારત તરફથી સારૂ રમ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતી શકી હતી. જીત નોંધાવીને ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 119 રન બનાવ્યા હતા. ભારત તરફથી માત્ર ઋષભ પંત જ સારી બેટિંગ કરી શક્યો. તેણે 42 રનની ઇનિંગ રમી હતી. આ પછી, લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાની ટીમે 10 ઓવર પછી 1 વિકેટના નુકસાન પર 57 રન બનાવ્યા હતા. આ કારણે ટીમ ઈન્ડિયા માટે જીત મેળવવી મુશ્કેલ લાગી રહી હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ ટીમ ઈન્ડિયા માટે જોરદાર વાપસી કરી હતી અને પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં માત્ર 113 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 6 રનથી મેચ જીતી લીધી હતી.
ભારતીય ટીમે પાકિસ્તાન સામે આપેલા 120 રનના લક્ષ્યનો બચાવ કર્યો હતો. ટી20 ઈન્ટરનેશનલમાં ભારતે આટલા નાના સ્કોરનો આ પહેલા ક્યારેય બચાવ કર્યો ન હતો. ભારતીય ટીમે 2016માં ઝિમ્બાબ્વે સામે T20Iમાં 139 રનના ટાર્ગેટનો બચાવ કર્યો હતો. પરંતુ હવે ભારતે આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology