bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

કોલાકાતાએ વાનખેડે સ્ટેડિયમમાં 12 વર્ષ બાદ મુંબઈ ઈડિયંસ વિરુદ્ધ જીત પ્રાપ્ત કરી હતી...  

ઈંડિયન પ્રીમિયર લીગ 2024ની 51મી મેચમાં કોલાકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈંડિયંસને 24 રને હાર આપી છે. મેચમાં કોલાકાતા નાઈટ રાઈડર્સે મુંબઈને જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં તેમની આખી ટીમ 18.5 ઓવરમાં 145 રનમાં સમેટાઈ ગઈ. કોલાકાતાએ વાનખેડેમાં 12 વર્ષ બાદ મુંબઈ વિરુદ્ધ જીત પ્રાપ્ત કરી છે. મુંબઈ ઈંડિયંસે અત્યાર સુધીમાં 11માંથી ત્રણ મેચ જ જીતી છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે 10 મેચ રમીને સાતમાં જીત મેળવી  હાલની આઈપીએલ સીઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈંડિયંસની 11 મેચમાં આ આઠમી હાર રહી અને તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ચુકી છે. બીજી તરફ કોલોકાતા નાઈટ રાઈડર્સે 10 મેચ રમીને સાતમાં જીત પ્રાપ્ત કરી છે. કોલાકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા અને મુંબઈ 9માં સ્થાને છે.

મુંબઈ ઈંડિયંસ માટે આ મેચમાં સૂર્યકુમાર યાદવે સૌથી વધારે 56 રન બનાવ્યા. આ દરમ્યાન તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા માર્યા. તો વળી ટીમ ડેવિડે 20 બોલમાં 24 રન બનાવ્યા. કોલાકાતા નાઈટ રાઈડર્સ માટે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે સૌથી વધારે ચાર વિકેટ લીધી. આ દરમ્યાન 19મી ઓવરમાં સ્ટાર્કે ત્રણ ખેલાડીઓને ચાલતા કરી દધી. તો વળી વરુણ ચક્રવર્તી, સુનીલ નરેન અને આંદ્રે રસેલે બે-બે વિકેટ લીધી.