bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

ગૌતમ અદાણી અને ટોરેન્ટની નજર IPL ટીમ ગુજરાત ટાઇટન્સ પર છે, હિસ્સેદારી વેચવા માગે છે CVC  

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નજર હવે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સ પર છે. અદાણી અને ટોરેન્ટ ગ્રૂપ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સમાં નિયંત્રિત હિસ્સાના વેચાણ માટે ખાનગી ઈક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ ત્રણ વર્ષ જૂની ફ્રેન્ચાઇઝી છે. તેની કિંમત એક અબજ ડોલરથી દોઢ અબજ ડોલરની વચ્ચે હોઈ શકે છે. CVC એ 2021 માં રૂ. 5,625 કરોડમાં ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નજર હવે IPL ટીમ ગુજરાત ટાઇટન્સ પર છે. અદાણી અને ટોરેન્ટ ગ્રૂપ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સમાં નિયંત્રિત હિસ્સાના વેચાણ માટે ખાનગી ઈક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

આ બાબત સાથે સંકળાયેલા એક અધિકારીએ એક પ્રમુખ મીડિયાને જણાવ્યું હતું કે, ‘2021માં IPLની અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદવાની તક ગુમાવ્યા પછી, અદાણી અને ટોરેન્ટ બંને ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવાની રેસમાં છે. CVC માટે ફ્રેન્ચાઇઝીમાં તેના હિસ્સાનું મુદ્રીકરણ કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. તે સમયે અદાણી જૂથે રૂ. 5,100 કરોડની બિડ કરી હતી, જ્યારે ટોરેન્ટે રૂ. 4,653 કરોડની બિડ કરી હતી.