bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

જય શાહ BCCI સેક્રેટરી પદેથી આપી શકે છે રાજીનામું, જાણો તેની પાછળનું કારણ....  

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના વર્તમાન સચિવ જય શાહને લગતા મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCના અધ્યક્ષ પદ માટે આ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. અહેવાલ મુજબ, જય શાહ આ પદ માટે પોતાનો દાવો રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ કારણથી તેઓ BCCI સેક્રેટરીનું પદ છોડી શકે છે.

જય શાહ આઈસીસી પ્રમુખ પદ માટે પોતાનો દાવો રજૂ કરી શકે છે. હાલમાં આ અંગે માત્ર સમાચાર પ્રકાશમાં આવ્યા છે અને તે આ પદ સંભાળવા માંગે છે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે હાલમાં આઈસીસી પ્રમુખ પદ સંભાળી રહ્યા છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી આ પદ પર છે અને બીજી ટર્મ માટે પણ યોગ્ય છે.

  • કોલંબોમાં યોજાનારી વાર્ષિક બેઠકમાં ICCનાઅધ્ક્ષની થઈ શકે છે ચર્ચા

બીસીસીઆઈના સમર્થનથી બાર્કલેએ આ જવાબદારી લીધી હતી. જો જય શાહ નવેમ્બરની ચૂંટણીમાં પોતાનું નામ આપે તો બાર્કલેને પાછળ હટવું પડી શકે છે. જોકે, જય શાહને ચૂંટણીમાં પોતાનું નામ રજૂ કરવામાં હજુ ઘણો સમય બાકી છે. આઈસીસીની વાર્ષિક બેઠક આ મહિનાના અંતમાં શ્રીલંકાના કોલંબોમાં યોજાવાની છે. આ બેઠકમાં ICCના અધ્યક્ષને લઈને ચર્ચાઓ થઈ શકે છે.