bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

શું તમારો પણ કાચબાની વીંટી પહેરવાનો વિચાર છે? તો જાણજો આ વીંટી પહેરવાના ચુસ્ત નિયમો....   

આપણે ઘણા લોકોને કાચબાની વીંટી પહેરતા જોયા હશે. કાબચાની વીંટીએ માત્ર ફેશન માટે નથી. તે વીંટી વ્યક્તિને અને જીવનમાં અનેક ફાયદા પણ આપી શકે છે.કાચબાની વીંટીથી પહેરવાથી અનેક ફાયદાઓ થઈ શકે છે.માટે કાચબાની વીંટી પહેરતી વખતે થોડા નિયમોનું ધ્યાન રાખી પાલન કરવું જોઈએ જેથી આપણે હકારાત્મક પરિણામો અને ફાયદાઓ થઈ શકે .

કાચબાને વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ધન-સંપત્તિ સાથે જોડીને જોવામાં આવે છે. એક માન્યતા અનુસાર કાચબાની વીંટીને પહેરવાથી વ્યક્તિને લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી વ્યક્તિને આર્થિક રીતે પીડાવું પણ ન પડે.પરંતુ કાચબાની વીંટી પહેરતાં પહેલાં અમુક નિયમોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. અન્યથા ઘણીવાર નકારાત્મક પરિણામ પણ નીપજી શકે છે.

  • કાચબાની વીંટી ધારણ કરવાના નિયમો 

કાચબાની વીંટી ધારણ કર્ણ નિયમોની વાત કરીયે તો કાચબાની વીંટી પહેરતી વખતે આ વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કાચબાનું મુખ પહેરનાર વ્યક્તિ તરફ હોવું હોવું જોઈએ. વીંટી જમણા હાથની મધ્ય આંગળીમાં અથવા તો અંગૂઠાની બાજુની આંગળી તર્જનીમાં ધારણ કરવી જોઈએ.કાચબાની વીંટી ચાંદીની બનેલી હોઈ તો તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.