bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

જીવનમાં પડતી કદી નહીં આવે ! બુધવારે કરો માત્ર આટલું કરિયર અને કારોબાર માટે ,પામશો સમૃદ્ધિ અને ખ્યાતિ...   

ગણપતિની કૃપાથી તમામ સંકટો અવરોધો અને બાધાઓ થશે દૂર તેમજ બુધની કૃપાથી વ્યક્તિને કરિયર અને બિઝનેસમાં લાભ મળતા હોઈ છે.

સુતેલા નસીબને જગાડવા ભગવાન ગણપતિની પૂજા કરવા સિવાય પણ અન્ય બીજા ઉપાય છે જેના દ્વારા બુધવારે તે કાર્યો કરવાથી સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ 
ભગવાન ગણેશની કૃપાથી તમામ અવરોધો અને સંકટો દૂર થાય છે અને બુધની કૃપાથી વ્યક્તિને કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ અને વિશેષ લાભ મળે છે.બુધવારે બુધ ગ્રહની શુભતા મેળવવા માટે ગણેશજીની પૂજા મંત્રોચ્ચાર અને દાન કરાય છે. હિન્દૂ શાસ્ત્રોમાં બુધવાર માટેના ઘણા ઉપાયો જણાવાયા છે. જે ઉપાયો દ્વારા આર્થિક લાભની સાથે-સાથે પ્રગતિમાં બમણો વેગ આવી શકે છે.

  • બુધવાર માટેના કર્યો જેનાથી સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ 

શિવની પૂજા કરવાથી નવગ્રહોની અશુભતા દૂર થઈ શકે છે. પણ બુધવારે પાણીમાં લીલા મગ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવાથી એવું પણ માનવામાં આવે છે કે કરેલું દેવું ચૂકવવામાં મદદ મળે છે.

એવું માનવામાં આવે છે કે કિન્નરોનો સંબંધ બુધ સાથે હોય છે. આવી સ્થિતિમાં બુધવારે વ્યંઢળોને લીલી વસ્તુઓ અને પૈસા દાન કરવું . કિન્નરો પાસેથી 1 રૂપિયાનો સિક્કો માંગવો . અને જો કોઈ સિક્કો મળે તો તે સિક્કાને અગરબત્તી બતાવ્યા પછી લીલા કપડામાં બાંધી અને ઘરમાં તિજોરી કે ધનની જગ્યાએ રાખવો.જે ઉપાય ગરીબોને પણ અમીર બનાવે છે. કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે.

બુધવારનો દિવસ માં નવદુર્ગાનો દિવસ પણ માનવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ માનવમાં આવે છે કે આ દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરનારને દુશ્મનો કે શત્રુઓનો ભય રહેતો નથી.વિઘ્નોનો અંત આવે છે અને પરિવારમાં પણ ધન,સમૃદ્ધિ આવે છે. 

 બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવાથી એવું માનવામાં આવે છે કે તેનાથી ભગવાન ગણપતિ બાપ્પા તેમજ 33 કરોડ દેવી-દેવતાઓની કૃપા આપણા પર થશે.તમામ ખરાબ બાબતો દૂર થશે .

બુધવારે ગણપતિના 21 ગાંઠ દુર્વા અર્પણ કરવી ખુબ જ શુભ ગણવામાં આવે છે જેનાથી રાહુ પરેશાન નથી કરતો.અને એવું પણ માનવામાં આવે છે કે  દુર્વામાં ગાંઠ બાંધવાથી રાહુ શાંત પણ થાય છે અને ખોવાયેલી વસ્તુ પાછી મળે છે.

(નોંધ:- અહીં આપેલી કોઈ પણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ અમે કરતા નથી. અહીં આપેલ માહિતી માત્ર માહિતી અને ધારણાઓ પર આધારિત છે.)