સ્વપ્ન સાસ્ત્રનુસાર આપણે નિંદ્રામાં આવતા દરેક સપના શુભ કે અશુભ પરિણામ લાવે છે. તે મુજબ સપનામાં માછલી જોવી ખૂબ જ શુભ અને સારું માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર અપને આવતાં દરેક સ્વપ્નનો કોઈ ચોક્કસ અર્થ હોય જ છે.સપનામાં જયારે માછલી જોવા મળે ત્યારે તે ઘણા પ્રકારના સંકેત આપે છે.
સ્વપ્ન શાસ્ત્ર મુજબ માછલી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી સ્વપ્નમાં માછલી જોવા મળે તો ટૂંક સમયમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે તેવો સંકેત માનવો જોઈએ. માછલીનું સ્વપ્ન જોવા મળે તો તે કોઈ નવા કાર્યના શુભારંભનો શુભ સંકેત આપે છે.
સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં ગોલ્ડફિશ જોવી એ પ્રેમ અને સન્માન મેળવવાનો સંકેત છે. જો સપનામાં ગોલ્ડફિશ જોવા મળે તો તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં પરિવારના સભ્યો,સંબંધીઓ અથવા સ્નેહીજન તરફથી પ્રેમ મળી શકે છે.સ્વપ્નમાં ગોલ્ડ ફિશ જોવાથી સમાજમાં માન સન્માન પણ વધશે.તેમજ સપનામાં ગોલ્ડ ફિશ જોવીએ આવનારા દિવસોમાં આર્થિક લાભ મળવાનો સંકેત સૂચવે છે. નવી નોકરી કે વેપારમાં નફો મળવાનો પણ સંકેત દર્શાવે છે.
જો તમે સપનામાં રંગબેરંગી માછલીઓ જોવા મળે ત્યારે તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જે કાર્ય અટકેલું હતું તે કાર્ય પણ આખરે પૂર્ણ થશે. કામમાં આવતી દરેક બાધાઓ અને અડચણો દૂર થશે. જો સ્વપ્નમાં ખુદની જાતને માછલી પકડતા જોવા મળે તો તેનો અર્થ સ્વપ્ન શાસ્ત્ર મુજબ એવો થાય છે કે જલ્દીથી ટૂંક સમયમાં કંઈક નવું શરૂ કરી શકો છો.
(નોંધ:- અહીં આપેલી કોઈ પણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ અમે કરતા નથી. અહીં આપેલ માહિતી માત્ર માહિતી અને ધારણાઓ પર આધારિત છે.)
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology