વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે વિશ્વભરમાં પણ ઉજવવામાં આવે છે.બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષ રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર માનવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો બુદ્ધ ભગવાનની વિશેષ આરાધનામાં બુદ્ધપૂર્ણિમાના દિવસે જોડાતાં હોઈ છે.
બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા છે. તે દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે.ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. આજે 2560મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.
બુદ્ધ પૂર્ણિમા વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો. આ ઉપરાંત એક માન્યતા મુજબ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે.સાથે જ વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે.
આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે તે અંગે એક મૂંઝવણ બની છે. પંચાંગ અનુસાર, વૈશાખ પૂર્ણિમા તિથિ 22 મેના રોજ સાંજે 6:47 વાગ્યે શરૂ થશે અને 23 મેના રોજ સાંજે 7:22 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે, ઉદયતિથિ અનુસાર, વૈશાખ પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમા 23 મે, ગુરુવારે ઉજવવામાં આવશે.
આ વર્ષે, બુદ્ધ પૂર્ણિમા પર સ્નાન અને દાનનો સમય 23 મેના રોજ સવારે 4:04 થી 5:26 સુધીનો ઉત્તમ સમય રહેશે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે પૂજાનો સમય સવારે 10:35 થી બપોરે 12:18 સુધીનો રહેશે.
આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને શિવ યોગ રચાઈ રહ્યા છે. આ દિવસે ગ્રહો અને નક્ષત્રો સાથે મળીને અનેક અદભુત યોગો સર્જાશે. શુક્રદિત્ય યોગ, 23મી મેના રોજ શુક્ર-સૂર્ય યુતિના કારણે રાજભંગ યોગ. આ ઉપરાંત ગુરુ અને શુક્રના સંયોગથી ગજલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે.આ શુભ યોગોમાં સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુ અને ભગવાન બુદ્ધની પૂજા કરવાથી ખૂબ જ લાભ થશે. જો તમે ગંગામાં સ્નાન નથી કરી શકતા તો ગંગા જળમાં ગંગા જળનું પાણી ભેળવી ઘરે જ સ્નાન કરવું.બુદ્ધ પૂર્ણિમાની વહેલી સવારે ગંગા જળના પાણી સાથે સ્નાન કરવું. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો.તેમજ આ દિવસે પીપળના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. આ પછી વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા પછી દાન અવશ્ય કરો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology