ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાતના માઈમંદિરોમાં કરવામાં આવ્યું છે ખાસ પ્રકારનું આયોજન. આજથી નવ દિવસ સુધી ગુજરાતના માઈમંદિરોમાં રહેશે ભાવિક ભક્તોની ભીડ. અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા સહિતના માઈમંદિરોમાં ઉમટી પડશે ભક્તોનું ઘોડાપુર. ખાસ કરીને હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે.
આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્ર નવરાત્રિએ એટલે શક્તિની આરાધનાનો પર્વ. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે સમગ્ર ગુજરાતના માઈ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 એપ્રિલના રોજ ગુજરાતના મોટાભાગના માઈમંદિરોમાં હવન કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતના શક્તિપીઠ અંબાજી, પાવગઢ, ચોટીલા સહિતના માઈમંદિરોમાં ચૈત્ર નવરાત્રિ નિમિત્તે રોજ ત્રણ ટાઈમ વિશેષ પુજા આરતી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ભાવિભક્તોની ભીડ પણ ઉમટતી હોવાથી ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. 16 એપ્રિલના રોજ ગુજરાતના માઈમંદિરોમાં દુર્ગાષ્ઠમી નિમિત્તે હવન અને વિશેષ પુજા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઈ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં અષ્ટમીના નવચંડી હોમ કરાશે. પાવાગઢમાં પ્રથમ દિવસ, છઠ-આઠમ-તેરસ-પૂનમે મંદિરના દ્વાર સવારે ૪ કલાકે ખૂલશે-રાત્રે ૮ના બંધ થશે. ચોટીલામાં નવ દિવસ સુધી મહાયજ્ઞ કરાશે જ્યારે બહુચરાજીમાં મંગળવારે સવારે ૭ઃ૩૦ કલાકે ઘટસ્થાપન કરાશે અને મંદિર સવારે ૫ થી રાત્રિના ૯ સુધી ખૂલ્લું રહેશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology