અહીં લોકોની માનતા પૂર્ણ થાય છે. પૂર્ણલોક વાયકા પ્રમાણે અહીં પહેલા ગધેશ્વર નગર હતું અને આવા 125 મંદિરો અહીં અસ્તિત્વ ધરાવતા હતા. જેમાંના આજે માત્ર 7 મંદિરો કાળની થપાટો ઝીલતા અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. અનાદી કાળથી માનવીનો પશુ અને પક્ષીઓ સાથેનો સંબંધ સ્વજન સમો અતુટ રહ્યો છે. વળી, હિંદુ સંસ્કૃતિમાં તો પશુ પક્ષીઓને દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન મળ્યું છે. સાબરકાંઠા જીલ્લામાં આ પશુ પક્ષીઓના માનવી સાથેના સબંધોનું એક અતુટ પ્રતિક સમાન ભારતનું એક માત્ર પક્ષી મંદિર આવેલું છે. રોડાનાં મંદિરો, સાતમી સદીના સાત મંદિરોનો સમૂહ છે. સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગરથી 15 કિલોમીટરનાં અંતરે આવેલા આ રોડાના મંદિરો આપણા પૂર્વજોની કલાપ્રીયતા અને પશુ પક્ષીઓ પ્રત્યેના અસીમ પ્રેમને વર્ણવતા આજે પણ ઉભા છે. અહીં દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો તો અસ્તિત્વ ધરાવે જ છે પણ સાથે સાથે પક્ષી મંદિર પણ એખ અનેરૂ અસ્તિત્વ ધરાવે છે. ભારતનું એક માત્ર પક્ષી મંદિર જ્યાં આપણા પૂર્વજો પક્ષીઓની પૂજા કરતા હશે. આ વાતની અંગ્રેજ સરકારે પણ નોધ લીધેલી છે
મહારાષ્ટ્રમાંથી ગુજરાત જે વખતે અલગ પડ્યું તે વખતના ગેઝેટમાં પણ આનો ઉલ્લેખ કરાયો છે. અહીના તમામે તમામ મંદિરો કલા, કોતરણી અને સ્થાપત્યના ઉત્તમ નમુના રૂપ છે. શિવમંદિર, વિષ્ણુ મંદિર, નવ ગ્રહોના મંદિર અને લાડેચી માતાના મંદિરની સમકક્ષ જ અહીં આ પક્ષી મંદિર આવેલું છે. મંદિરની અંદર હાલમાં કોઈ પ્રતિમા નથી પરંતુ અંદરની દીવાલ પર કોતરાયેલા પશુ પક્ષીઓ જોઇને અંદાજ લગાવી શકાય કે, અહીં વિષ્ણુ ભગવાનની સાથે સાથે જ પક્ષીઓની પણ પૂજા કરવામાં આવતી હતી. તો એક લોક વાયકા પ્રમાણે અહીં પહેલા ગધેશ્વર નગર હતું અને આવા 125 મંદિરો અહીં અસ્તિત્વ ધરાવતા હતા. જેમાંના આજે માત્ર 7 મંદિરો કાલની થપાટો ઝીલતા અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે.આમ તો અનેક સ્થાપત્યો એવા છે કે જે વિશ્વમાં એક માત્ર હોય છે પરંતુ જાળવણી ના અભાવે આ સ્થાપત્યો ખંડેર ભાખી રહ્યા છે.
જો સરકાર દ્રારા અહિ યોગ્ય પ્રકારનુ સમારકામ કરવામાં આવે તો ચોક્કસ પણ આ વિસ્તાર ગુજરાતભરમાં ઉભરી આવે. આ મંદિરોની જો કોઈ વિશેષતા હોય તો તે છે એનું બાંધકામ. મંદિરોના ચણતરમાં ચૂનો કે પછી અન્ય કોઈ ચીજનો અહી ઉપયોગ કરાયો નથી. બાંધકામને અનુરૂપ પથ્થર ઘડીને અહી ગોઠવાયા છે. તો સાબરકાંઠા જીલ્લામાં જ આ મંદિર અસ્તિત્વ ધરાવતું હોવા છતાં જીલ્લાના મોટાભાગના લોકોને આનો ખ્યાલ જ નથી. સાબરકાંઠા વહીવટી તંત્ર અને ગુજરાત પુરાતત્વ વિભાગની ઉદાસીનતાથી આજે આ મંદિરોની જોઈએ એટલી પ્રસિધ્ધી થઇ નથી. અહી મુલાકાતે અનેક લોકો આવે છે. તો અહિ આવેલા કુંડમાં 900થી વધુ મહિલાઓ એક સાથે નીકળે તો પણ એકબીજા સામે અથડાતી નથી તેવી રીતે કુંડનુ નિર્માણ કરાયુ છે. આ મંદિરોની અન્ય એક ગાથા છે કે, અહિ આવેલા લાડેચી માતાની ખાસ કરીનો લોકો મન્નત માનતા હોય છે અને તમામ લોકોની માનતા પણ પુર્ણ થતી હોવાના પરચા પણ જોવા મળ્યાં છે.
સંતાન પ્રાપ્તી ન થતી હોય અને કોઈ અહિ બાધા રાખે તો તેમણે સંતાન પ્રાપ્તી થતી હોય છે.તો આજુબાજુના અનેક ગામળાના લોકો અહિ આવીને પ્રથમ બાળક કે બાળકીની બાધા પણ ઉતારતા હોય છે અને જેને લઈને અહિ ભક્તોનુ ઘોડાપુર ઉમટતુ હોય છે તો શિવ મંદિરને લઈને શિવરાત્રી અને શ્રાવણ માસમાં પણ ભક્તોની ભીડ જામતી હોય છે.અહિ આવેલા 7 મંદિર અને મંદિરની કોતરણી તો આ ઉપરાંત આસ્થા સાથે જોડાયેલ ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે પરંતુ અહિ આવવા માટેનો રસ્તો ખખડઘજ છે તો ચોમાસામાં ભક્તોને અહિ આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો આ ઉપરાંત રાત્રી દરમિયાન અહિ વીજળી ન હોવાથી ભક્તોને મુશકેલી પડતી હોય છે. તો અહિ રસ્તો બનાવવામાં આવે તો ચોક્કસ પણ અહિ આવતા લોકોને પણ ફાયદો થઈ શકે તેમ છે. તો નવ ગ્રહ મંદિર કે શિવ મંદિરે આવતા ભક્ત અથવા તો વિદેશીઓ રસ્તા અભાવે ભટકી જાય છે તો આસપાસના સ્થાનિકો અહિ મુકવા પણ આપવા હોય છે તો રસ્તો જલ્દી બને તેવી માંગ છે