bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

આજે મહાશિવરાત્રિ: કરો આ મંત્રોની પૂજા, શીઘ્ર મળશે ફળ....

 

શિવમહાપુરાણ અનુસાર શિવ પૂજા માટે શ્રેષ્ઠ અવસર એટલે મહાશિવરાત્રી એ રાત્રીના ચાર પ્રહર ની પૂજાથી જલદી રીઝે છે. આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે. આ અવસરે વિધિવત મહેદવેની પૂજા અર્ચન અને આરાધાનો વિશેષ મહિમા છે. શિવ મહાપુરાણમાં જણાવ્યા પ્રમાણે જો શિવ આરાઘના કરાય તો અવશ્ય પૂજા ફળે છે અને ભગવાન શિવ ની ક્રુપા પ્રપ્ત થાય છે , અન્યથા આપડી પૂજા સામાન્ય બની જાય છે.આ પાવન દિવસે  શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. જેના કારણે મહાશિવરાત્રીના પર્વનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

શિવ મહાપુરાણમાં જણાવ્યા પ્રમાણે જો શિવ આરાઘના કરાય તો અવશ્ય પૂજા ફળે છે અને ભગવાન શિવ ની ક્રુપા પ્રપ્ત થાય છે , અન્યથા આપડી પૂજા સામાન્ય બની જાય છે.

ભક્તો શિવપુરાણ અનુસાર શિવની અન્ય પ્રિય સામગ્ર નું પણ ધ્યાન રાખી શિવને પ્રસન્ન કરી શકાય છે,ભાગવાન શિવને કમળના લાલ ફુલ, આંકડાના ફુલ અને ધતૂરો ભસ્મ અને ચંદન અતિ પ્રિય છે. તેમજ બિલ્વ પત્ર ગાયના દૂધ, જળ અને ફળોના રસનો અભિષેક,તેમજ અક્ષત ગાયનું ઘી મધ અને કાળા તલ અને કપૂર ધૂપ પણ અતિ પ્રિય છે ,ઉપરોક્ત સામગ્રીથી મહા શિવરાત્રિ એ ભગવાન શિવની ઉપાસના કરવાથી શીઘ્ર અને શ્રેષ્ઠ ફળ ની પ્રાપ્તિ થાય છે,મહાશિવરાત્રી પરિયંત ઉપવાસ વ્રત કરવાથી થી શ્રેષ્ઠ ઉપાસાના થાય છે.

આ મંત્રો થી તુરંત પ્રસન્ન થાય છે મહાદેવ
1. ૐ નમઃ શિવાય

2. ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।