કળયુગમાં એકમાત્ર પ્રત્યક્ષ રૂપથી દેવતાઓના રૂપમાં ગણવામાં આવતા સૂર્યદેવને રવિવારનો દિવસ સમર્પિત છે. તાંબાના કળશમાં લાલ ફૂલ, અક્ષત, મિશ્રી અને કુમકુમ મિલાવી જળ અર્પિત કરવાથી તમારા જીવનમાં આવી રહેલ સમસ્યાઓ દૂર થાય સહ અને અનેક સફળતા પ્રાપ્ત થાય છે કઈ રીતે સૂર્યદેવનો જન્મ થયો અને એમના પરિવારમાં કોણ-કોણ છે.
પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, આ યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો. જેના કારણે દેવમાતા અદિતિ ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણે કઠોર તપસ્યા કરી જેથી બધા દેવો સ્વર્ગમાં પાછા ફરે. આ તપથી તેને વરદાન મળ્યું કે સૂર્યદેવ તેને વિજયી બનાવશે અને તે પોતે અદિતિના પુત્ર તરીકે જન્મ લેશે. એક સમય એવો આવ્યો જ્યારે સૂર્યદેવે અદિતિના ઘરે જન્મ લીધો અને દેવતાઓને અસુરો પર જીત અપાવીધાર્મિક ગ્રંથો અનુસાર, સૂર્યદેવના પિતાનું નામ મહર્ષિ કશ્યપ અને માતાનું નામ અદિતિ હતું. માતા અદિતિના ગર્ભમાંથી જન્મ લેવાને કારણે તેમનું નામ આદિત્ય રાખવામાં આવ્યું હતું.
ધાર્મિક ગ્રંથોમાં, સૂર્ય ભગવાનની બે પત્નીઓનું વર્ણન છે, એકનું નામ સંધ્યા અને બીજીનું નામ છાયા. તેમના પુત્રો મૃત્યુના દેવતા યમરાજ અને શનિદેવ છે. જે વ્યક્તિના કર્મો પ્રમાણે પરિણામ આપે છે. આ ઉપરાંત યમુના, તૃપ્તિ, અશ્વિની, વૈવસ્વત મનુને પણ સૂર્યદેવના સંતાનો માનવામાં આવે છે. તેમાંથી મનુને પ્રથમ માનવ કહેવામાં આવે છે.
>ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્ય ભગવાનનું વાહન સાત ઘોડાનું છે, જેના સાથી અરુણ દેવ માનવામાં આવે છે. સૂર્ય ભગવાનના રથમાં સાત ઘોડાને અઠવાડિયાના સાત દિવસોનું પ્રતીક માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દરેક ઘોડાનો રંગ અલગ-અલગ હોય છે. જે મળીને સમગ્ર સાત રંગીન મેઘધનુષ્ય બનાવે છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર, સૂર્યોદય પહેલા ઉઠ્યા પછી અને દૈનિક કર્મકાંડમાંથી નિવૃત્ત થયા પછી જ સૂર્યદેવની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પિત કરવા માટે, વ્યક્તિએ તાંબાના કળશમાં પાણી, કુમકુમ, અક્ષત, લાલ ફૂલ અને ખાંડની મીઠાઈ રાખવી જોઈએ અને સૂર્ય ભગવાનના 21 નામ અને મંત્રોનો જાપ કરતી વખતે અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ.
સૂર્ય દેવતા એ તો પ્રત્યક્ષ દેવતા છે. અને એટલે જ ભારતની ભૂમિ પર સૂર્ય ઉપાસનાનો મહિમા છે. સૂર્યદેવ તો ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવનારા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સૂર્યકૃપાને પ્રાપ્ત કરવા કોઈ મોટા અનુષ્ઠાનની જરૂર નથી પડતી ! તેમજ સૂર્યદેવને કિંમતી પૂજનસામગ્રીઓ પણ અર્પણ નથી કરવી પડતી ! સૂર્યદેવ તો આસ્થાના એક અર્ઘ્યથી પણ રીઝી જાય છે. એમાંય જો અર્ઘ્ય સમયે આદિત્યનારાયણના 12 નામનો મંત્રજાપ કરવામાં આવે તો અર્ઘ્યનું ફળ અનેકગણું વધી જાય છે.
શાસ્ત્રોમાં આદિત્ય નારાયણના સહસ્ત્ર નામોનું વર્ણન મળે છે. એક મંત્રની જેમ જ ભાસ્કરના આ 12 નામનો જાપ કરવાનો છે ! પ્રભુના આ 12 નામનો મંત્રજાપ નીચે મુજબ છે.
ૐ સૂર્યાય નમઃ । ૐ મિત્રાય નમઃ । ૐ રવયે નમઃ । ૐ ભાનવે નમઃ । ૐ ખગાય નમઃ । ૐ પૂષ્ણે નમઃ । ૐ હિરણ્યગર્ભાય નમઃ । ૐ મરીચયે નમઃ । ૐ આદિત્યાય નમઃ । ૐ સવિત્રે નમઃ । ૐ અર્કાય નમઃ । ૐ ભાસ્કરાય નમઃ ।
સમસ્ત જગતને ચેતનવંતુ રાખતા સૂર્યદેવના આ દ્વાદશ નામ મંત્ર જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિને હરિ લેનારા છે.
માન્યતા અનુસાર સૂર્યદેવને અર્ઘ્ય દેતા દ્વાદશ મંત્રનો જાપ કરવાથી શારીરિક-માનસિક રોગોનો નાશ થાય છે ! વાયકા છે કે આ દ્વાદશ નામ મંત્ર સંતાનહિનને સંતાનની પ્રાપ્તિ કરાવે છે. વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિમાં મદદરૂપ બને છે. તો, બઢતીમાં અવરોધ રૂપ બાબતોને પણ તે દૂર ધકેલી દે છે ! આદિત્ય નારાયણના 12 નામ વ્યક્તિને શત્રુબાધાઓથી મુક્તિ અપાવે છે. એટલું જ નહીં, કોર્ટ-કચેરી મુદ્દે પણ વિજયની પ્રાપ્તિ કરાવે છે.
ટૂંકમાં કહીએ તો અત્યંત સરળ નામ અને એટલી જ સરળ તેની જપની વિધિ દ્વારા મનુષ્ય તેની દરેક કામનાઓને સિદ્ધ કરી શકે છે. એટલું જ નહીં, સૂર્ય દેવતા પાસેથી સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ પણ કરી શકે છે.