વાળને મજબૂત બનાવવા માટે તેલ લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેલ લગાવવાથી વાળને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે. જો તમે પણ ઉનાળામાં ખરતા વાળથી કંટાળી ગયા છો તો આયુર્વેદિક તેલ લગાવો.
કાળઝાળ ગરમીમાં શરીરની સંભાળ રાખવી અતિઆવશ્યક છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ આપણું સ્વાસ્થ્ય બગાડી શકે છે. ઉનાળામાં માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ત્વચા અને વાળની સંભાળ પણ એટલી જ જરૂરી છે. જો તમે પણ ઉનાળાના કારણે વાળ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો ઉનાળા (Summer) માં વાળની સંભાળ માટે આ આયુર્વેદિક ઉપાય (Hair Care Ayurvedic Tips) તમારા માટે ચોક્કસ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
વાળને મજબૂત બનાવવા માટે તેલ લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેલ લગાવવાથી વાળને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે. જો તમે પણ તમારા વાળ ખરતા, તૂટતા રોકવા માંગો છો અને તમારા વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા માંગો છો તો તમે આ આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તમે હિબિસ્કસ, આમળા, કરી પત્તા, નારિયેળ, બ્રાહ્મી વગેરે જેવી ઠંડી જડીબુટ્ટીઓમાંથી બનાવેલ હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો.
આ તેલ બનાવવા માટે, હિબિસ્કસ, આમળા, કઢી પત્તા, નારિયેળ, બ્રાહ્મી વગેરે જેવી ઠંડી વનસ્પતિઓ મિક્સ કરો અને મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
આ પછી તેને થોડું ઠંડુ થવા દો અને તેને ગાળીને કાચના ડબ્બામાં રાખો. વાળને પોષણ આપવા માટે અઠવાડિયામાં એક કે બે વાર આ તેલ લગાવો. રાત્રે માલિશ કરો અને બીજા દિવસે સવારે વાળ ધોઈ લો.
૦૨,
સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર તો કરે જ છે. સાથે વેઇટ લોસમાં પણ કરશે મદદ
જિમમાંથી આવ્યા પછી ઘણી વખત આપણને મૂંઝવણ થાય છે કે આપણે શું ખાવું જોઈએ, તો આજે અમે તમને જણાવીશું કે વર્કઆઉટ પછી ક્યા પ્રકારની રેસિપી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
તમે ભૂખ્યા રહીને વેઇટ લોસ નહી કરી શકો. તંદુરસ્ત, પૌષ્ટિક આહાર લેવાથી જ તમને વેઇટ લોસ કરવામાં સફળતા મળશે. જો તમે કોઈ એવી વ્યક્તિ છો કે જે ખૂબ જ કસરત કરે છે અથવા જિમમાં જવા અતિ ઉત્સાહી છે, તો તમારી કેલરીની ગણતરીને ધ્યાનમાં રાખીને તમારા માટે સારું પ્રોટીન લેવાનું શરૂ કરવું જોઇએ. વર્કઆઉટ પછીના નાસ્તાની કેટલીક વાનગીઓ છે જે તમે બનાવીને ખાઈ શકો છો. જીમમાંથી આવ્યા પછી ઘણી વખત આપણને મૂંઝવણ થાય છે કે આપણે શું ખાવું જોઈએ, તો આજે અમે તમને જણાવીશું કે વર્કઆઉટ પછી ક્યા પ્રકારની રેસિપી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર તો કરે જ છે. સાથે વેઇટ લોસમાં પણ કરશે મદદ,તો આવી જ ઝટપટ પર હેલ્ધી ડિશની રેસિપી જાણીએ...
સવારનો સમય એટલો વ્યસ્તતા ભર્યો હોય છે કે, સમજી નથી શકતું કે કે આટલા ઓછા સમયમાં શું નાસ્તો બનાવવો, ઓફિસ જતાં પહેલા હેલ્થી નાસ્તો તૈયાર કરવો જરૂરી છે. તો આવી સ્થિતિમાં નાસ્તો બનાવવા માટે વધુ સમય મળતો નથી. આજે અમે તમને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ. તમે નાસ્તામાં મગની દાળના ચીલા બનાવી શકો છો. આ નાસ્તો તમે લીલા છાલવાળા મગ સાથે બનાવી શકો છો. મગની દાળના ચીલા બનાવવું એકદમ સરળ છે. શિયાળામાં ગરમાગરમ ચીલા (પુડલા)નો નાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને પુડલા ખૂબ જ પસંદ હોય છે. તો થોડી જ મિનિટોમાં મગની દાળના પુડલા કેવી રીતે તૈયાર થાય જાણીએ
ચીલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અહીં આજે અમે તમને મગની દાળમાંથી બનાવેલા ચીલાની રેસિપી જણાવીશું જેમાં વટાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં ચીઝનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.તેને બનાવવામાં ખૂબ જ સરળ છે, ચીલા બનાવવા માટે, મગની દાળને પીસવામાં આવે છે. આ પછી, તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરવામાં આવે છે. તવા પર તેલ નાખ્યા પછી, આ બેટર ફેલાવો અને પનીરનું તૈયાર સ્ટફિંગ ઉમેરો.આ એક સરસ નાસ્તો છે જે તમે તમારી સાંજની ચા અથવા નાસ્તામાં પણ ખાઈ શકો છો. તમે તેને લીલી ચટણી અથવા ટામેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.આપ વર્કઆઉટ બાદ ક્વિનોઆ ઉપમા પણ ટ્રાય કરી શકો છો.
૦૩.
આપણાં શરીરના બહાર અને આંતરિક દરેક પ્રકારના અંગોનું પોતાનું અલગ અલગ મહત્વ અને કામકાજ છે. આ જ પ્રકારે લિવર એવું અવયવ છે જેનું કામ છે શરીરમાંથી ટોક્સિનને બહાર ફેંકવા, પોષકતત્વોને સ્ટોર કરવા અને પાચનને સરળ બનાવવું. ખાનપાનની અયોગ્ય રીત અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે લોકો લિવર ડેમેજના શિકાર બની રહ્યા છે.
ભારતમાં વધતી ડાયાબિટીસની બીમારી પણ લિવર માટે જોખમ ઉભું કરી રહી છે. ડાયાબિટીસ લિવર ડેમેજના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે. હકીકતમાં લિવરમાં જ્યારે ફૅટ જમા થઇ જાય છે ત્યારે તે લિવરને નુકસાન પહોંચાડે છે. તેના લક્ષણોની ઓળખ પણ સમયસર નહીં થવાથી તેનું નિદાન પણ ઝડપી નથી બનતું. આ બીમારીની શરૂઆતમાં પેટમાં સતત દુઃખાવો, ઓછી ભૂખ લાગવી અને કમળો છે. આ સિવાય વધુ એક લક્ષણ છે જે લિવર ડેમેજ માટે જવાબદાર છે, તે છે એકેન્થોસિસ નાઇગ્રિકન્સ (Acanthosis nigricans) આ એક એવી સ્કિન કન્ડિશન છે જે વ્યક્તિના લિવરને સમય અગાઉ જ ખરાબ કરી દે છે.
એકેન્થોસિસ નાઇગ્રિકન્સ એવી સ્થિત છે જેમાં ત્વચા પર હળવા અને ઘટ્ટ ડાઘ પડી જાય છે. ઘટ્ટ ડાઘવાળી ત્વચા મુલાયમ જોવા મળે છે અને તે સામાન્ય રીતે અંડરઆર્મ્સ, કોણી, ઘૂંટણ અને ત્વચાના પડ ઉપરાંત બ્રેસ્ટના નીચેના ભાગ અને ગરદનને પ્રભાવિત કરે છે. તેને જોઇને એવું લાગે છે કે, આ ત્વચાને સરળતાથી સાફ કરી લેશો, પરંતુ આ કન્ડિશન ઠીક નથી થતી.
એકેન્થોસિસ નાઇગ્રિકન્સમાં શરીરના પડ અને કરચલીઓમાં કાળી, જાડી અને મુલાયમ ત્વચા જોવા મળે છે જે ઘટ્ટ અને ફૂલાયેલી રહે છે. આનાથી પ્રભાવિત ત્વચામાં ખંજવાળ અને દુર્ગંધનો અહેસાસ થાય છે. ઉપરાંત ત્વચા પર ટૅગ પણ ડેવલપ થાય છે.
વારસાગત વિકાર
ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્ટ્સ
દવાઓના રિએક્શન અને વધારે ઉપયોગ
આ સ્થિતિ મેદસ્વિતાના કારણે પણ વિકસિત થઇ શકે છે.
ત્વચાની આ સ્થિતિ ના તો સંક્રામક હોય છે ના તો ખતરનાક, તેનો ઉપચાર શક્ય છે. પરંતુ તેના લક્ષણોની ઓળખ તમારે યોગ્ય અને શરૂઆતના સમયમાં કરવી જરૂરી છે. એકેન્થોસિસ નાઇગ્રિકન્સ ઠીક કેટલાં સમય પર થશે તે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે. તેમ છતાં સ્કિન પિગ્મેન્ટેશન સામાન્ય રીતે 1થી 2 અઠવાડિયામાં ઠીક થઇ જાય છે.
ડોક્ટર તમને લૉ સેચ્યુરેટેડ ફેટ અને કાર્બ્સથી ભરપૂર આહાર લેવાની સલાહ આપે છે
સોજાને ઘટાડવા માટે દવાઓ
લેઝર થેરાપીની મદદથી પિગ્મેન્ટેશનને દૂર કરવાના પ્રયાસ
ક્રોયથેરાપીથી પણ એકેન્થોસિસ નાઇગ્રિકન્સનો ઇલાજ શક્ય છે. તેમાં ઠંડા તાપમાનનો ઉપયોગ કરી ત્વચાના ઘટ્ટ ભાગને દૂર કરી શકાય છે
સ્વસ્થ વજન જાળવવા માટે સ્વસ્થ આહાર અને વર્કઆઉટ પર ધ્યાન આપો.
ડાયાબિટીસ અને હોર્મોનલ ડિસઓર્ડર મેનેજ કરો
અમુક પ્રકારના લોશન અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો યૂઝ ટાળો
શુગરવાળા ખાદ્યપદાર્થોનું સેવન સીમિત રાખો
ત્વચાને સાફ અને સ્વચ્છ રાખો
એક્સફોલિએન્ટ લોશનનો પ્રયોગ સીમિત કરો
પુરતી માત્રામાં પાણી પીવો
ઉલ્લેખનીય છે કે, એકેન્થોસિસ નાઇગ્રિકન્સનો કોઇ સ્પષ્ટ ઇલાજ નથી. જો કે, જીવનશૈલીમાં કેટલાંક બદલાવ કરી તેને અમુક હદ સુધી તેને મેનેજ કરી શકાય છે.
૦૪,
ફૂલાયેલા પેટથી આખી પર્સનાલિટી પર જાણે ગ્રહણ લાગી જાય છે. તેના કારણે સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. મેદસ્વિતાના કારણે ડાયાબિટીસ, હાર્ટ અટેક, સ્ટ્રોક અને કેન્સરનું જોખમ પણ રહેલું છે. તેથી જ હેલ્થ એક્સપર્ટ્સ વજનને નિયંત્રણમાં રાખવાની સલાહ આપે છે.
જો કે, વજન ઘટાડવાની પ્રક્રિયા પ્રત્યે સાવધાન રહેવું પણ એટલું જ જરૂરી છે. યોગ્ય જાણકારી નહીં હોવા પર અને કેટલીક ખોટી આદતોના કારણે જીવનભર ગંભીર નુકસાન વેઠવું પડે છે. એક લેટેસ્ટ રિપોર્ટમાં વેઇટ લોસની ચોક્કસ રીતથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જેના કારણે પેટને લકવો થઇ શકે છે, તે પાતળા થવાનું પહેલું લક્ષણ છે. તેને એબ્ડોમિનલ પેરાલિસિસ (abdominal paralysis) અથવા ગેસ્ટ્રોપેરેસિસ (gastroparesis) પણ કહેવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર, પેટના લકવાના કારણે અચાકન વજનમાં ઘટાડો, કુપોષણ અને અન્ય સમસ્યાઓ થઇ શકે છે. જેના કારણે સાજા થવા માટે દવાઓ અને સર્જરીની જરૂર પડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, તેમાં ભોજન લેતા જ ઝડપી પેટ ભરાઇ જવું, ઉલટી-ઉબકાં, બ્લોટિંગ, ગેસ, હાર્ટ બર્નના લક્ષણો જોવા મળે છે.
Wegovy અને Ozempic ઝડપી વજન ઘટાડતી દવાઓ છે. તે GLP-1 Agonists Drugs હોય છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ અને મેદસ્વિતાના ઇલાજમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું વધારે સેવન કરવાથી એબ્ડોમિનલ પેરાઇલાસિસ તરીકે રૅર સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે. આ દવાઓ ભારતમાં ઉપલબ્ધ નથી, તેને અન્ય દેશમાંથી મંગાવવામાં આવે છે
જે લોકો આ દવાઓનું સેવન કરે છે તેઓમાં એબ્ડોમિનલ પેરાલિસિસનું જોખમ 30 ટકા જોવા મળે છે. આ દવાઓ પેટ ખાલી થવાની સ્પીડને મંદ કરી દે છે અને ઇન્સ્યૂલિન ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. નિષ્ણાતોએ તેનું સેવન અટકાવવાની સલાહ નથી આપી, પરંતુ સાવધાન રહેવાનું કહ્યું છે.
પ્રોટીન ફૂડ લો
સાબુત અનાજ લો
પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહો
પુરતી માત્રામાં પાણી પીવો
ખાંડનું સેવન ઘટાડો
ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરો
તાજા ફળો અને શાકભાજી ખાવ