bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

સીધા વાળના ચક્કરમાં ક્યાંક કેન્સરના થઈ જાય! હેર સ્ટ્રેટનિંગ કરવું બની શકે છે જીવલેણ...  

 

આજના સમયમાં મહિલાઓમાં વાળ સ્ટ્રેટ કરવાનો ઘણો ક્રેઝ જોવા મળ્યો છે. સ્ટ્રેટ વાળ પણ આજકાલ ટ્રેન્ડમાં છે. શહેરી વિસ્તારની મહિલાઓ તેમના વાળ કલર અને સ્ટ્રેટ કરાવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે વાળને સીધા કરવાની આ આદત કેન્સરનું કારણ બની શકે છે. ડોકટરોનું કહેવું છે કે વાળને સ્ટ્રેટ કરવા માટે ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. વાળ પર આ રસાયણો વારંવાર લગાવવાથી સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ વધી જાય છે. તેનાથી આ કેન્સરનું જોખમ અનેકગણું વધી શકે છે.

ડોકટરોનું કહેવું છે કે વાળને સ્ટ્રેટ કરવા માટે ઉપયોગમાં લેવાતી ક્રીમમાં આ કેમિકલ હોય છે.

1. એમોનિયમ થિયોગ્લાયકોલેટ 2. બેન્ઝો ફિનોલ-3 3. સાયક્લો સિલોક્સેનેસ 4. ડાઇથિલેમાઇન 5. પેરાબેન્સ ફોર્માલ્ડિહાઇડ 6. પ્થાલેટ્સ 7.સોડિયમ હાઇડ્રોક્સાઇડ 8.સોડિયમ થિયોગ્લાયકોલાઇડ 9. ટ્રાઇક્લોસન

  • કેન્સરનું જોખમ કેમ?

 ગાયનેકોલોજી જણાવ્યું હતું કે  વાળને સ્ટ્રેટ કરવા માટે વપરાતી વસ્તુઓમાં પણ આ 9 પ્રકારના કેમિકલ હોય છે. જે મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારે છે. જો આ રસાયણો દર થોડા મહિનાઓ કે વર્ષોમાં વાળમાં લગાવવામાં આવે તો તેનાથી મહિલાઓમાં કેન્સર, ફાઈબ્રોઈડ અને એન્ડોમેટ્રિઓસિસ સહિતની ઘણી સમસ્યાઓ થઈ શકે છે.પેરાબેન્સ ફોર્માલ્ડિહાઇડનો વધુ પડતો ઉપયોગ સ્ત્રી પ્રજનનને અસર કરે છે. તરુણાવસ્થામાંથી પસાર થતી છોકરીઓ ખાસ કરીને આ અસરો પ્રત્યે સંવેદનશીલ હોય છે અને કેન્સરનું જોખમ વધારે હોય છે. સંશોધનમાં પણ આ વાત સામે આવી છે.