bs9tvlive@gmail.com

07-April-2025 , Monday

આકરો ઉનાળો / ઉનાળાના ધોમધખતા તાપમાંથી ઘરે આવ્યા બાદ ભૂલથી ન કરતાં આ ત્રણ કામ,નહીંતર લથડી શકે છે તબિયત...  

ઉનાળાના દિવસો દરમિયાન સૌથી વધુ જોખમ ડિહાઇડ્રેશન ઝાડા અને લૂ લાગવાની સંભાવના રહે છે

ઉનાળામાં તેજ સૂર્યપ્રકાશ અને ગરમ પવનની સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે, જ્યારે તમે આકરા તાપમાંથી પાછા આવી અને કેટલીક ભૂલો કરો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.મે મહિનો પોણા ભાગનો પસાર થઈ ગયો છે અને ઉનાળામાં ગરમીનો પારો પણ ઉંચો જઈ રહ્યો છે. જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. ગરમ હવા અને તેજ તાપથી લોકો બીમાર પડી રહ્યા છે. ઘણા સ્થળોએ હવામાન વિભાગની આગાહી મુજબ થોડા દિવસો માટે ગરમીનો પ્રકોપ જારી રહેવાની સંભાવના પણ છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિશે સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ ને જરૂરી  છે. ઉનાળાના દિવસો દરમિયાન સૌથી વધુ જોખમ ડિહાઇડ્રેશનને કારણે થાય છે અને ઝાડા અને લૂ લાગવાની સંભાવના રહેતી હોઈ છે. કેટલીકવાર ઉનાળામાં લોકોની કેટલીક ભૂલો જ બીમારીને નોતરું આપે છે.

હવામાનના વધતા તાપમાનને જોતા તડકામાં ઘરની બહાર જવાના કાર્યોને ટાળવા જોઈએ અને જો ક્યાંક જઇએ , તો પછી છત્રી, કેપ જેવી ચીજો રાખવી. આ સમય દરમિયાન જો ધોમધખતા તાપમાંથી ઘરે પાછા આવ્યા હોઈ તો પછી કેટલીક બાબતોની સંભાળ રાખવી પણ મહત્વપૂર્ણ જરૂરી છે, નહીં તો આરોગ્યને અસર પણ થઈ શકે છે.

  • ગરમીમાંથી આવ્યા પછી તરત જ એસીમાં બેસતાં પેલા ચેતજો 

બહારથી આવતાં તાપમાંથી આવતા ઠંડી એસીની હવામાં બેસીને પછી ભલે તમે થોડા સમય માટે હળવાશ અનુભવતા હોવ છો પરંતુ, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. ઠંડી અને ગરમીને કારણે જુકામ,ખાંસી અને ઉલટીની સમસ્યાઓ પણ થઇ શકે છે. તાપમાંથી આવ્યા પછી શરીરનું તાપમાન થોડા સમય માટે સંતુલિત થવા દો,અને પછી જ એસી અથવા કુલરમાં બેસવું.

  • તડકામાંથી આવી તરત જ ફ્રીજનું ઠંડી પાણી ન પીવું

ઘણી વખત લોકો આકરા તાપમાં ચાલતી વખતે રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ જેવા ઠંડા દ્રવ્યોનું સેવન કરતા હોઈ છે . અથવા તાપમાંથી ઘરે આવીને તરત જ ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે. આવી ભૂલને કારણે સ્વાસ્થ્યની સ્થિતિને બગાડી શકે છે. આકરા સૂર્યપ્રકાશને લીધે શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધેલું હોઈ છે, તેથી તરત જ ઠંડી વસ્તુઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે.

  • તાપમાંથી આવી તરત જ સ્નાન ન કરવું

ઉનાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરને ગરમીથી ઘણી રાહત મળે છે, પરંતુ જો તમે આકરા તાપમાંથી આવ્યા છો, તો તરત જ સ્નાન કરવાની ભૂલ ન કરો.તાપ માંથી આવીને પહેલા 30 મીનીટ સુધી રૂમના ટેમ્પરેચરમાં રહેવું.અને ત્યાર પછી સ્નાનક રવું.જમ્યા પછી પણ તરત જ સ્નાન કરવાની ભૂલ ન કરવી જોઈએ.