ઉનાળામાં તડકો અને કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડી વસ્તુઓ ખાવા-પીવાનું પસંદ કરે છે. ખાસ કરીને આ સિઝનમાં લોકો વધારે પડતું ઠંડુ પાણી પીવે છે. આપણામાંના ઘણાને આદત હોય છે કે આકરી ગરમીમાંથી ઘરે આવીને તરત જ ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણી પી લઈએ છીએ. ઠંડુ પાણી પીવાથી ત્વરિત થોડીક રાહત મળે છે અને ગરમી દૂર થાય છે, પરંતુ ઠંડા પાણીથી મળતી રાહત માત્ર થોડી ક્ષણો માટે જ હોય છે. તમને થોડી અસ્થાયી રાહત આપતું ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક હોય છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે બરફનું પાણી અથવા ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. તેનાથી તમારું વજન તો વધી જ શકે છે સાથે સાથે તમારા હૃદયને પણ નુકસાન થાય છે. જો તમે એવા લોકોમાંથી એક છો, જેઓ ગરમીથી રાહત મેળવવા વારંવાર ઠંડુ પાણી પીવે છે, તો ચાલો જાણીએ તેનાથી થતા કેટલાક ગંભીર ગેરફાયદાઓ છે
જો તમે વારંવાર જરૂર કરતાં વધુ ઠંડા પીણાં પીતા હોવ તો તેનાથી 'બ્રેઈન ફ્રીઝ'ની સમસ્યા પણ થઈ શકે છે. એટલું જ નહીં, આ બરફનું પાણી પીવાથી અથવા વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી પણ થાય છે. વાસ્તવમાં, ઠંડુ પાણી કરોડરજ્જુની સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે, જે મગજને અસર કરે છે. તેનાથી માથાનો દુખાવો અને સાઇનસની સમસ્યા થઈ શકે છે.
જો તમારે વજન ઓછું કરવું હોય તો ભૂલથી પણ ઠંડુ પાણી ન પીવો. વાસ્તવમાં, ઠંડુ પાણી પીવાથી તમારા શરીરમાં સંગ્રહિત ચરબી સખત થઈ જાય છે, જેના કારણે ચરબી બર્ન કરવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો, તો ઠંડા પાણીથી દૂર રહો.
વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો અને કંજેશન થવાની શક્યતા વધી જાય છે. ઠંડુ પાણી પીવાથી, ખાસ કરીને ખાધા પછી, વધારાની લાળ ઉત્પન્ન થાય છે, જે શ્વસન માર્ગમાં જમા થઈ જાય છે અને સોજો આવે છે અને ઈંફેક્શનનું કારણ બને છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ઠંડુ પાણી પીવાનું ટાળો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology