ઉનાળામાં જેવી રીતે આપણે સ્કીન કેર કરતા હોઈએ છીએ. તેવી જ રીતે વાળનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે કેટલી વખત વાળ ધોવા, કેવી રીતે વાળ ધોવા, કયા પ્રકારની પ્રોડક્ટ વાપરવી જોઈએ અને શું ન કરવું જોઈએ એ ?
ઉનાળાની ઋતુમાં જે લોકો સૌથી વધારે બહાર ફરતા હોય તે લોકોએ સૌપ્રથમ તો વાળને પ્રોટેક્શન આપવું જરૂરી હોય છે. જેમ કે ઓઢણી ઓઢી લેવી અથવા તો હેલ્મેટ પહેરવું, ટોપી પહેરવી. હેલ્મેટ પહેરવાથી સીધા પડતા સૂર્યના કિરણો વાળને તૂટતા બચાવે છે. અને ઉનાળા દરમિયાન માણસની પ્રકૃતિ પર નિર્ભર કરતું હોય છે જેમને પરસેવો વધારે થાય તેમણે વધુ વાળ ધોવાનું રાખવું.
હંમેશા માથું ધોતા પહેલા પાંચ મિનિટ તેલની માલિશ કરી ત્યારબાદ જ વાળ ધોવા જોઈએ. અને દરરોજ શેમ્પુથી વાળ ધોઈ શકાય છે. અમુક લોકો અઠવાડિયામાં એક વખત વાળ ધોતા હોય છે જેના કારણે પરસેવો સ્કાલ્પમાં ચોંટી જતો હોય છે અને તેના કારણે ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના ઉદભવે છે. અને તેના કારણે જ વાળમાં ડેન્ડ્રફ થતો હોય છે. અને તેલ લગાડ્યા વગર વાળ ધોવાને કારણે હેરફોલની સમસ્યા ઉદભવતી હોય છે.
ખાસ કરીને જે લોકોના વાળની લંબાઈ વધુ હોય તેમણે ઉનાળામાં હંમેશા વાળને ઉપરની તરફ બાંધીને રાખવા જોઈએ. અને ઘરગથ્થુ ઉપાયો છે, જેમાં અઠવાડિયામાં એક વખત ઈંડુ ફોડીને માથામાં નાખવું, દહીં તથા અરીઠાનો પાવડર પણ નાખી શકો, આનાથી વાળને નુકસાન થતું પણ અટકશે તથા વાળમાં રહેલું પી.એચ. પણ જળવાશે.

અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology