ટામેટાનો ઉપયોગ અનેક રીતે થાય છે. શાકભાજીમાં પણ ટામેટાનો ઉપયોગ થાય છે અને ફ્રુટ ડિશમાં પણ ટામેટાનો સમાવેશ થતો હોય છે. ટામેટામાં અનેક વિટામીન, ફાયબર જેવા તત્વો સામેલ હોય છે. ટામેટા ખાવાના કેટલાક ફાયદા છે પરંતુ ટામેટાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. જેથી આપણે અહીંયા ટામેટાથી થતા ફાયદા અને નુકસાન બન્નેની વાત કરીશું.
નિયમિત રીતે ટામેટા ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ટામેટા ખાવાથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. કેમ કે ટામેટામાં કેલ્શિયમ અને ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે જે આસાનીથી પચતુ નથી, શરીરની બહાર નથી નિકળતુ. જેથી આ મિનરલ્સ ભેગુ થઈને કિડનીમાં પથરી બને છે. પરંતુ નેશનલ કિડની ફાઉન્ડેશનનું માનવુ છે કે ટામેટાથી તે સમસ્યા નથી થતી.
આ રીતે કરો સેવન
જો તમે ટામેટા ખાવાનું વિચારી રહ્યા છો તો તેને રાંધીને ખાવા જોઈએ. જો તમારે કાચા ટામેટા ખાવા હોય તો તેના બીજ કાઢીને ખાવા જોઈયે. બીજ સહીત ટામેટા ખાવાથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology