ચહેરાને સુંદર રાખવો દરેક વ્યક્તિ ઈચ્છે છે. મહિલાઓ ચહેરાને ગ્લોઈંગ રાખવા માટે સ્કિન પર ઘણી વસ્તુઓ લગાવે છે. ચહેરાની સ્કીન પ્રદૂષણ, ધૂળ-માટે, અનહેદ્ધી ડાયટિંગ સ્ટ્રેસના કારણે ખરાબ થાય છે. એવામાં અમુક વસ્તુઓનો ઉપયોગ કરી તમે સ્કીનને ગ્લોઈંગ બનાવી શકો છો.
પપૈયુ
પપૈયુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ચહેરાને ચમકદાર બનાવવા માટે તમને ખૂબ જ મદદ કરે છે. ચહેરાને ગ્લોઈંગ અને યંગ બનાવવા માટે પાક્કુ પપૈયુ તમારે ખાવું જોઈએ અને તેને તમે ચહેરા પર પણ લગાવી શકો છો. તેને મેશ કરીને તમારે પોતાના ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખવું. 20 મિનિટ બાદ ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.
બેસન અને દૂધ
ચહેરાને ચમકદાર રાખવા માટે આપણી ડાયેટ સારી હોવી જરૂરી છે. અનહેલ્ધી ઈન્ટિંગ હેબિટ્સ તમારી સ્કીન પર ખૂબ વધારે અસર કરે છે. ચહેરાની સ્કીન ડ્રાય અને ડલ પડવા લાગે છે એવામાં સ્કીનને ખરાબ થવાથી બચાવવા માટે તમારે બેસનમાં દૂધને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને પોતાના ચહેરા પર લગાવવી જોઈએ. દૂધ ક્લીંઝરનું કામ કરે છે. જે ચહેરાને એકદમ સાફ કરી દે છે.
કોફી
કોફી ઘણા લોકોને પસંદ હોય છે. જો તમે તેને ચહેરા પર લગાવો છો તો બધી બ્લેકનેસ દૂર થઈ જાય છે. શુગર અને કોફીમાં થોડુ પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો ત્યાર બાદ તેને ચહેરા પર લગાવો. ત્યાર બાદ હાથથી સારી રીતે સ્ક્ર કરો. શુગર અને કોફી નેચરલ સ્ક્રબરનું સારૂ કામ કરે છે. ચહેરાના ડેડ સેલ્સને બહાર કાઢવામાં આ તમારી ખૂબ જ મદદ કરે છે.
એલોવેરા
એલોવેરા તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચાને જવાબ રાખવા અને હાઈડ્રેટેડ રાખવા માટે આ તમારી ખૂબ મદદ કરે છે. તમે ઈચ્છો તો ફેસ પેક કે માસ્ક બનાવીને પણ તેને ચહેરા પર લગાવી શકો છો.
નારિયેલ તેલ
નારિયેલ તેલથી પણ તમે ચહેરા પર સારી રીતે મસાજ કરી શકો છો. ચહેરાની સ્કિનને ચમકાવવામાં આ ખૂબ જ ફાયદાકારક છે. રોજ રાત્રે સુતા પહેલા આ જરૂર કરો. ગુલાબ જળથી પણ તમે પોતાની સ્કીનને સાફ કરી શકો છો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology