bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

31 જાન્યુઆરી 2024

નમસ્કાર મિત્રો , હું છું અમન પટેલ  અને લઈને આવી ગઈ છું આજનો કાર્યક્રમ જેનું નામ છે ' રોજ નું રાશિફળ '
જેમાં આજનાં રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા જાણી લઈએ આજનું પંચાગ..
આજે છે વિક્રમ સવંત 2080, પોષ વદ પાંચમ
તારીખ 31 જાન્યુઆરી 2024 બુધવાર
સૂર્યોદય 07:23
સૂર્યાસ્ત 06:21
આજનું નક્ષત્ર હસ્ત
આજની જન્મ રાશિ કન્યા છે માટે આજ જન્મ લેનાર બાળકોની રાશિ કન્યા રહેશે. 
જોઈએ આજનું રાશિફળ 
 
મેષ રાશિફળ
સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાવ-પીઓ છો તે અંગે સાવચેત રહેજો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. આજે કુટુંબ ની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં. આજે ઘર માં કોઈ બાબત ને લઈ ને વિવાદ ની સંભાવના છે, આવી સ્થિતિ માં પોતાને નિયંત્રિત રાખો. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. આજે, તમારા માટે સમય કાઢી ને, તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો. જો કે, આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

વૃષભ રાશિફળ
તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકુલન સાધવામાં તમને સરળતા પડશે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે.

મિથુન રાશિફળ 
કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. આજે ખાલી સમય નું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જુના મિત્રો ને મળવા નું પ્લાન બનાવી શકો છો। આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો.

કર્ક રાશિફળ 
પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. ઘર ની જરૂરિયાત ને લીધે તમે આજે જીવનસાથી ની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિત તંગ હોઈ શકે છે. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો- આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. આજે સાંજે તમે તમારી નજીક ના કોઈ ની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલાં પાછા આવી શકો છો. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

સિંહ રાશિફળ
પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે.પણ હિંમત હારતા નહીં. ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો. તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે. સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામભર્યું બની જશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે.

કન્યા રાશિફળ
સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીવાદ લો. આના થી તમને ધન લાભ થયી શકે છે. જીવનસાથી તમારી સંભાળ લેશે. થોડા ઘણાં સંઘર્ષ છતાં, આજે તમારૂ પ્રેમ જીવન સારૂ રહેશે અને તમે તમારા જીવનસાથી ને ખુશ રાખવા માં સમર્થ હશો. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો- ઑફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટૅન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. આજે, તમે કોઈ પણ મંદિર, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓ થી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો. આજે, તમારી જીવનસંગિની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે.

તુલા રાશિફળ 
તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જે ને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસ થી સલાહ લઈ શકો છો પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. તમારે તમારા સાથી પર ઈમોશનલ બ્લૅકમૅલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. આ રાશિ ના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે. કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગી માં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી, તેમ છતાં, આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવા માં સમર્થ હશો. તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે.

વૃશ્ચિક રાશિફળ
તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. આજે કાર્યક્ષેત્ર માં અચાનક તમારા કામ ની ચકાસણી થયી શકે છે. જો આવા માં તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. આ રાશિ ના વેપારીઓ આજે પોતાના વેપાર ને નવી દિશા આપવા માટે વિચારી શકે છે. આ રાશિ ના જાતકો આજે લોકો ને મળવા કરતા એકાંત માં રહેવું વધારે પસંદ કરશે। આજે તમે ખાલી સમય માં ઘર માં સાફ સફાઈ કરી શકો છો। પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો.

ધન રાશિફળ 
તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. આજે તમે ઘર ના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલ માં જઈ શકો છો. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે.

મકર રાશિફળ
ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. આજ નો દિવસ પ્રેમ ના રંગો માં ડૂબી જશે, પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો. તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદભુત બનાવવામાં તમારી મદદ કરશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો.
  
કુંભ રાશિફળ 
ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. રાત્રી ના સમયે આજે તમને ધન લાભ થવા ની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. કોઈપણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો. તમારા દ્વારા એકલપંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટૅન્શન લાવશે. આજે આ રાશિ ના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમય નો દુરૂપયોગ કરી શકે છે. તમે જરૂરી કરતાં મોબાઇલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે.

મીન રાશિફળ 
બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારૂં છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. આજ ના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુ નું સેવન ના કરવું જોઈએ કેમકે નશા ની સ્થિતિ માં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા. તમારૂં વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલ્કે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો, જો કે દારૂ, સિગારેટ જેવા પદાર્થો નું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.