આજે ફાગણ સુદ-આઠમ શનિવારે છે અને તેની સાથે જે હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. 24 માર્ચે હોલિકા દહન સાથે જ હોળાષ્ટકની સમાપ્તિ થશે. હોળાષ્ટક દરમિયાન લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે.
હોળાષ્ટકમાં શું કરવુ જોઈએ નહીં
- હોળાષ્ટકમાં કોઈ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવતી નથી.
- હોળાષ્ટકના 8 દિવસમાં કોઈનો સંબંધ નક્કી કરવો જોઈએ નહીં અને લગ્ન જેવા માંગલિક કાર્યોની પણ મનાઈ હોય છે.
- ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કાર્ય પણ હોળાષ્ટકમાં ભૂલીને પણ કરવા જોઈએ નહીં.
હોળાષ્ટકમાં શું કરવુ જોઈએ
- હોળાષ્ટકમાં 8 દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે આ 8 દિવસમાં કુળદેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ.
- કહેવાઈ છે કે હોળાષ્ટકમાં દાન જેવા શુભ કાર્ય કરવા જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે અને સમસ્યાઓ દૂર થાય છે.
- હોળાષ્ટકમાં ભગવાન શિવની વિધિસર પૂજા કરવી જોઈએ. તેનાથી આવનારી મુશ્કેલીઓને ટાળી શકાય છે.
ફાગણ મહિનાના શુક્લ પક્ષની પાંચમે બપોરેના 12:37 બાદ સૂર્યદેવે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેની સાથે જ મીનારક કમૂર્તાની શરૂઆત થઈ હતી. આગામી 13 એપ્રિલના મીનારક કમૂરતાની સમાપ્તિ થશે. આ દરમિયાન હવે હોળાષ્ટકનો પણ પ્રારંભ થયો છે. હોળી 24 માર્ચે છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું જ્યોતિષીઓનું માનવું છે. જેના પગલે રાત્રે 10:50 બાદ જ હોલિકા દહન થઈ શકશે. આ દિવસે ફાગણ પૂર્ણિમાને પગલે ચંદ્રગ્રહણ છે પણ છે, જે ભારતમાં દેખાવાનું નથી. શાસ્ત્રવિદના મતે હોળાષ્ટક દરમિયાન લગ્ન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. આ ઉપરાંત ઘર-જમીન-વાહન ખરીદવા જેવા મહત્ત્વપૂર્ણ કામ કરવા જોઈએ નહીં.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology